
મોબાઇલ વપરાશકર્તા તરીકે, તમને દિવસભર જાણીતાની સાથે અજાણ્યા નંબરો પરથી પણ કોલ આવતા રહે છે. જેમાં કેટલાક લોન ઓફરથી લઈને વીમો કે ક્રેડિટ કાર્ડ લેવા સુધીની ઓફર આપવામાં આવે છે. એક પ્રકારે માર્કેટીગ કરવામાં આવે છે.
તાજેતરમાં, લોકોને બે ચોક્કસ શ્રેણીઓમાંથી નોંધપાત્ર સંખ્યામાં કોલ મળી રહ્યા છે. 1600 સિરીઝ અને 140 સિરીઝ પરથી. આના કારણે આ નકલી કોલ્સ છે કે કેમ તે અંગે મૂંઝવણ ઊભી થઈ રહી છે. પરિણામે, TRAI એ આ નંબર સિરીઝ સંબંધિત કેટલીક બાબતોએ સ્પષ્ટતા કરી છે.
આજકાલ અનેક મોબાઈલ ફોન ધારકોને 1600 અને 140 સિરીઝ નંબર પરથી વારંવાર કોલ આવી રહ્યા છે. આ કોલ ખાસ કરીને દિવસના કોઈ પણ સમયે આવતા રહે છે. પરંતુ આ કોણ તમને કોણ કરે છે. આ કોલ કરવા પાછળનું કારણ શું. કેમ તમને જ આ નંબરની સિરીઝ પરથી કોલ આવી રહ્યાં છે. આ સામાન્ય લાગે તેવા પ્રશ્ન છે, પરંતુ તેની વિગતો જાણવી તમારા માટે મહત્વની છે.
TRAI એ આ નંબરોની ટીકા કરતા અહેવાલોને ફગાવી દીધા છે, અને કહ્યું છે કે આવા અહેવાલો ગેરસમજથી ઉદ્ભવે છે અને મૂંઝવણ પેદા કરે છે. TRAI એ જણાવ્યું હતું કે 1600 અને 140 શ્રેણી નંબરો પરથી આવતા કોલ પ્રમાણિકતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. TRAI એ વધુમાં સમજાવ્યું હતું કે 1600 શ્રેણીનો હેતુ ગ્રાહકો અને સામાન્ય લોકો માટે બનાવાયેલ મહત્વપૂર્ણ કોલ્સની પ્રમાણિકતાની ખાતરી આપવાનો છે. ‘ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી નિયમો’ હેઠળ, 1600 શ્રેણીમાંથી આવતા કોલને ટેગ, બ્લોક અથવા ફિલ્ટર કરવાની મંજૂરી નથી.
1600 શ્રેણી નંબરોનો ઉપયોગ કોણ કરે છે? TRAI અનુસાર, 1600 શ્રેણીના નંબરોનો ઉપયોગ ફક્ત RBI, SEBI, IRDAI અને PFRDA જેવી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં બેંકોનો પણ સમાવેશ થાય છે. તેમના ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે.
વધુમાં, વિવિધ સરકારી એજન્સીઓ 1600 શ્રેણી નંબરોનો ઉપયોગ જાહેર જનતા સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા માટે કરે છે.