
આજે દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર બાકી નહીં હોય, જ્યાં ભારતનો દબદબો ના હોય. દુનિયામાં ભારતનો જે ડંકો વાગી રહ્યો છે તે ભારતીયોના શ્રેષ્ઠ કામને કારણે છે. આજે વડાપ્રધાન મોદી પોતાના કામને કારણે આખી દુનિયામાં શ્રેષ્ઠ અને પ્રખ્યાત નેતા તરીકે ઉભરી આવ્યા છે. એવી જ રીતે મોટી ટેક કંપનીઓના પ્રમુખ પદ પર ભારતીય મૂળના લોકોનો દબદબો રહ્યો છે.ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીલ મોહન હવે યૂટયૂબના નવા સીઈઓ બનવા જઈ રહ્યા છે.
હવે નીલ મોહન યૂટયૂબના નવા સીઈઓ બનતા જ તેઓ એક ખાસ કલબમાં સામેલ થઈ જશે. આપણે સૌ જાણીએ છે કે નીલ મોહન પહેલા ઘણા ભારતીય મૂળના લોકો મોટી કંપનીઓ અને સરકારના અધિકારીઓના પદ પર કામ કરી ચૂક્યા છે. હવે નીલ મોહન પણ તે નામના લિસ્ટમાં સામેલ થવા જઈ રહ્યાં છે. નીલ મોહનની વર્ષોથી મહેનતને કારણે તેમને આ પદ પ્રાપ્ત થયું છે. ચાલો જાણીએ તેમના વિશે.
આ પણ વાંચો : સુસાન વોજસ્કીના રાજીનામા વચ્ચે ભારતીય મૂળના નીલ મોહન બનશે YouTubeના નવા CEO
સુંદર પિચાઈ , સત્ય નાડેલા , લક્ષ્મણ નરસિમ્હન, લીના નાયર, આમ્રપાલી , શાંતનુ નારાયણ, સંજય મેહરોત્રા, સંજય ઝા, રાજીવ સુરી, જ્યોર્જ કુરિયન, રેવતી અદ્વૈતિ, ફ્રાન્સિસ્કો ડિસોઝા, દિનેશ પાલીવાલ, અશોક વેમુરી, નિકેશ અરોરા, અંજલિ સુદ, અજયપાલ સિંહ બંગા, અરવિંદ કૃષ્ણ, જયશ્રી ઉલ્લાલ, રંગરાજન રઘુરામ એ દુનિયાના અલગ અલગ કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓ રહી ચૂક્યા છે.
જેમાંથી આ ભારતીય મૂળના સીઈઓ સતત ચર્ચામાં રહ્યાં છે : સુંદર પિચાઈ CEO- Google LLC અને Alphabet Inc, સત્ય નડેલા CEO – Microsoft, અરવિંદ કૃષ્ણ – CEO, IBM ગ્રુપ, શાંતનુ નારાયણ CEO- Adobe Inc અને અજયપાલ સિંહ બંગા – માસ્ટરકાર્ડ, પરાગ અગ્રવાલ CEO- Twitter(2022).
વર્ષોથી ભારતીય અને ભારતીય મૂળના લોકોએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દુનિયામાં ભારતની એક અલગ છાપ છોડી છે. ભારતની પ્રગતિમાં ભારતમાં રહેતા ભારતીયોની સાથે વિદેશની ધરતી પર રહેતા ભારતીયો અને ભારતીય મૂળના લોકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. દુનિયાના મોટા મોટા દેશની સરકારોમાં ભારતીય મૂળના લોકો પદ મેળવી રહ્યાં છે. દેશના પ્રમુખથી લઈને મોટી ટેક કંપનીના સીઈઓના પદ પર ભારતીય મૂળના લોકો આવી રહ્યાં છે.