WhatsApp Update: વોટ્સએપ ઓપન કર્યા વગર પણ મોકલી શકાશે મેસેજ, ફોલોવ કરો આ સ્ટેપ્સ

વોટ્સેપએ હાલમાં જ 2 નવા ફિચર્સ લોન્ચ કર્યા છે. જેમાં વ્યૂ વન્સ નામના ફિચરને કારણે હવે આપણે કોઇ પણ ફોટો કે વીડિયોને ફક્ત એક વાર જોઇ શકાય તે રીતે મોકલી શક્શો.

WhatsApp Update: વોટ્સએપ ઓપન કર્યા વગર પણ મોકલી શકાશે મેસેજ, ફોલોવ કરો આ સ્ટેપ્સ
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:21 PM

WhatsApp પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. વોટ્સએપમાં એવા કેટલાક ફિચર્સ છે જેને લોન્ચ થઇને લાંબો સમય થઇ ગયો છે તેમ છતાં યૂઝર્સને તેના વિશે જાણકારી નથી. આજે અમે તમારા માટે એવા જ એક ફિચરની માહિતી લઇને આવ્યા છીએ. આ ફિચરના ઉપયોગથી તમે વોટ્સએપ ઓપન કર્યા વગર જ કોઇને પણ મેસેજ મોકલી શક્શો.

આ સ્ટેપ્સ ફોલોવ કરો.

સૌથી પહેલા તમારુ વોટ્સએપ ઓપન કરો
હવે એ કોન્ટેક્ટને સિલેક્ટ કરો કે જેની સાથે તમે સૌથી વધુ વાતો કરતા હોવ છો.
કોન્ટેક્ટના ચેટબોક્સ પર થોડા સમય માટે ટેપ કરી રાખો તો તમને ઘણા બધા વિકલ્પ દેખાશે.
તેમાં એડ ચેટ શોર્ટકટ ઓપ્શન જોવા મળશે.
એડ ચેટ શોર્ટકટ પર ક્લિક કરવાથી જે તે કોન્ટેક્ટ ચેટબોક્સ હોમ સ્ક્રિન પર Save થઇ જશે.
હવે તમારે એ કોન્ટેક્ટ સાથે વાત કરવા માટે વોટ્સએપ ઓપન કરવાની જરૂર નહી રહે.

 

વોટ્સએપએ હાલમાં જ 2 નવા ફિચર્સ લોન્ચ કર્યા છે. જેમાં વ્યૂ વન્સ નામના ફિચરને કારણે હવે આપણે કોઇ પણ ફોટો કે વીડિયોને ફક્ત એક વાર જોઇ શકાય તે રીતે મોકલી શક્શો. સાથે જ વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામની રિલ્સ જોઇ શકાય તે માટે કંપની એક નવુ ફિચર પણ રોલઆઉટ કરી રહી છે.

 

આ પણ વાંચો – TV9 Exclusive : ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ સપનું સાકાર થવા બરાબર, હવે પેરિસમાં ગોલ્ડનો ટારગેટ : પીવી સિંધુ

આ પણ વાંચો – રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન