
વોટ્સએપએ અગાઉ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.12.25 અપડેટમાં એક એવું ફીચર સામેલ કર્યું હતું. જેમાં કેટલાક યુઝર્સને પોતાની જન્મ તારીખ અને જન્મ વર્ષ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કંપનીએ આ પગલું નિયમનકારી નિયમોનું પાલન કરવા માટે લીધું હતું. અમેરિકાના કેટલાક રાજ્યોમાં એવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે જેમાં ઓનલાઈન સેવાઓ માટે યુઝરની ઉંમર ચકાસવી જરૂરી છે. આ કારણે વોટ્સએપએ કેટલાક યુઝર્સ પાસેથી તેમની જન્મ તારીખ સંબંધિત માહિતી લેવાનું શરૂ કર્યું હતું.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી અન્ય યુઝર્સને દેખાશે નહીં. એકવાર જન્મ વર્ષ દાખલ કર્યા બાદ તેને બદલી શકાશે નહીં. શરૂઆતમાં આ માહિતીનો ઉપયોગ માત્ર કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવતો હતો.
વોટ્સએપ હવે આ માહિતીનો ઉપયોગ કરીને એક નવું ફીચર તૈયાર કરી રહ્યું છે. Android બીટા 2.26.27.3 અપડેટમાં કંપની એક એવી ફીચર પર કામ કરી રહી છે જે વપરાશકર્તાઓને તેમના કોન્ટેક્ટ્સના જન્મદિવસ અંગે અલર્ટ આપશે.
WhatsApp is testing birthday notifications for contacts on Android!
WhatsApp is developing a new section that shows when a contact’s birthday is coming up.https://t.co/9iaqWcsESQ pic.twitter.com/be0usGSfXn
— WABetaInfo (@WABetaInfo) July 8, 2026
વોટ્સએપ એક અલગ સેક્શન પર કામ કરી રહ્યું છે. જેનું નામ બર્થ ડે સેક્શન (Birthday Section) હોઈ શકે છે. આ સેક્શનમાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ જોઈ શકશે. જ્યારે કોઈ કોન્ટેક્ટનો જન્મદિવસ આવશે, ત્યારે વોટ્સએપ એપની અંદર નોટિફિકેશન મોકલીને યુઝરને તેની જાણ કરશે. આ ફીચરનો મોટો ફાયદો એ થશે કે યુઝર્સને અલગથી કેલેન્ડર એપનો ઉપયોગ કરવાની અથવા જન્મદિવસ યાદ રાખવાની જરૂર નહીં પડે. ઘણા લોકો જન્મદિવસની શુભેચ્છાઓ વોટ્સએપ દ્વારા જ મોકલે છે. તેથી આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
વોટ્સએપ પર બર્થડે રિમાઇન્ડર ત્યારે જ જોવા મળશે જ્યારે કોઈ કોન્ટેક્ટ પોતાની જન્મ તારીખ વોટ્સએપ સાથે શેર કરશે. હાલમાં વોટ્સએપએ તમામ દેશોમાં યુઝર્સ પાસેથી જન્મ તારીખ માંગવાનું શરૂ કર્યું નથી. જો કોઈ યુઝરે પોતાની જન્મ તારીખ દાખલ નહીં કરી હોય, તો વોટ્સએપ પાસે તેની માહિતી નહીં હોય અને કોઈ રિમાઇન્ડર પણ નહીં મળે. વોટ્સએપનું બર્થડે રિમાઇન્ડર ફીચર હાલમાં વિકાસના તબક્કામાં છે. ભવિષ્યમાં જ્યારે આ ફીચર લોન્ચ થશે ત્યારે તેમાં પ્રાઇવસી માટે પણ વિકલ્પ આપવામાં આવશે. યુઝર્સ પસંદગીના લોકો પાસેથી પોતાનો જન્મદિવસ છુપાવી શકશે.