Whatsappની પ્રાઈવસી પોલિસીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારાઈ, પ્રતિબંધ મૂકવાની માંગ

Whatsappની પ્રાઈવસી પોલિસીને લઈને ચાલતો વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt)માં પહોંચ્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટમાં વકીલ ચેતન્યા રોહિલ્લાએ અરજી કરી છે

Whatsappની પ્રાઈવસી પોલિસીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારાઈ, પ્રતિબંધ મૂકવાની માંગ
| Edited By: | Updated on: Jan 14, 2021 | 11:24 PM

Whatsappની પ્રાઈવસી પોલિસીને લઈને ચાલતો વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt)માં પહોંચ્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટમાં વકીલ ચેતન્યા રોહિલ્લાએ અરજી કરી છે અને ક્હ્યું છે કે વોટ્સએપની નવી પોલિસી રાઈટ ટુ પ્રાઈવેસીનો ભંગ છે અને નેશનલ સિક્યુરિટી માટે પણ ખતરારુપ છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી Whatsappની આ નવી પોલિસી પર રોક લગાવવામાં આવવી જોઈએ. તેમજ અદાલતને વોટ્સએપને આ અંગે કડક નિર્દેશ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.

 

 

આ પૂર્વે વોટ્સએપ મંગળવારે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ નીતિથી વપરાશકારની ગોપનીયતાને કોઈ અસર થવાની નથી. ફેસબુકની માલિકી ધરાવતી કંપની વોટસએપે 8 ફેબ્રુઆરીથી નવી પોલિસીની જાહેરાત કરી છે. જેના લીધે તેના વપરાશકારોમાં કચવાટ ઉભો થયો છે. તેમજ લોકોમાં આ પોલિસીને લઈને આક્રોશ પણ છે. જેના લીધે લોકો ધીરે ધીરે વોટ્સએપનો સાથ છોડવા માટે તૈયારી કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: ફ્રોડ લોનના મામલામાં Googleની મોટી કાર્યાવાહી, કેટલીયે એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Published On - 10:54 pm, Thu, 14 January 21