WhatsApp વિન્ડોઝ માટે ‘વ્યૂ વન્સ’ ફીચરનું કરી રહ્યું છે ટેસ્ટિંગ, એન્ડ્રોઇડ માટે પણ રજૂ કરશે નવું પોપ-અપ મેનૂ

|

Apr 03, 2022 | 12:34 PM

આ ફીચર વોટ્સએપની યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) એપના બીટા રીલીઝ પર જોવા મળ્યું હતું. આ સાથે જ WhatsAppએ નવા પોપ-અપ મેનૂનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

WhatsApp વિન્ડોઝ માટે વ્યૂ વન્સ ફીચરનું કરી રહ્યું છે ટેસ્ટિંગ, એન્ડ્રોઇડ માટે પણ રજૂ કરશે નવું પોપ-અપ મેનૂ
WhatsApp (PC: Social Media)

Follow us on

વોટ્સએપ (WhatsApp)તેના યુઝર્સ માટે દરરોજ નવા અપડેટ્સ લાવતું રહે છે. વોટ્સએપે વિન્ડોઝ પર નવા ‘વ્યૂ વન્સ’ (View Once) ફીચરનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે જેથી યુઝર્સ એ ફોટો અને વીડિયોને એક્સેસ કરી શકે જેને એપ પર માત્ર એક જ વાર જોઈ શકાય છે. આ ફીચર વોટ્સએપની યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) એપના બીટા રીલીઝ પર જોવા મળ્યું હતું. આ સાથે જ WhatsAppએ નવા પોપ-અપ મેનૂનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

વોટ્સએપ View Once ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે

વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfo અનુસાર, વિન્ડોઝ બીટા 2.2212.2.0 માટે WhatsApp કેટલાક ટેસ્ટર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. તેને ‘વ્યૂ વન્સ’ ફીચરનો ઉપયોગ કરીને શેર કરેલા ફોટા અને વીડિયો જોવાની ક્ષમતા સાથે બહાર પાડવામાં આવ્યું છે. જો કે, બીટા વર્ઝનમાં વ્યુ ઓન્સ સાથે મીડિયા કન્ટેન્ટ મોકલવાનો વિકલ્પ સામેલ નથી.

‘વ્યૂ વન્સ’ ફીચર ગયા વર્ષે આવ્યું હતું

‘વ્યૂ વન્સ’ ફીચર ગયા વર્ષે એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું હતું. આમાં વોટ્સએપ પર શેર કરાયેલા ફોટા અને વીડિયો યુઝર્સ દ્વારા જોયા પછી ચેટમાંથી ગાયબ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે ‘વ્યૂ વન્સ’ ફીચર સાથે, તમે તમારા ડિવાઈસ પર શેર કરેલા ફોટા અને વીડિયોને સ્ક્રીનશોટ અથવા સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા સેવ કરી શકો છો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પોપ-અપ મેનુ પર કામ કરે છે

એન્ડ્રોઇડ બીટા 2.22.8.11 માટે WhatsApp એક પોપ-અપ મેનૂ સાથે રજૂ કરવામાં આવ્યું છે જે જ્યારે તમે ચેટમાં ઉપલબ્ધ ફોન નંબરને ટેપ કરો છો ત્યારે દેખાય છે. તે તમને ડિફોલ્ટ એપનો ઉપયોગ કરીને સીધો નંબર ડાયલ કરવાનો અથવા તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવાનો વિકલ્પ આપે છે. જો ફોન નંબર પહેલેથી જ WhatsApp પર એક્ટિવ છે, તો યુઝર્સ તે નંબરથી સીધો ચેટ કરી શકે છે.

આ પણ વાંચો: Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ

આ પણ વાંચો: Ukraine-Russia war : યુક્રેનનો પાંચ સપ્તાહ બાદ ફરી કિવ પર કબજો, યુદ્ધમાં અત્યાર સુધીમાં 17800 રશિયન સૈનિકોના મોત, વાંચો 10 મોટા અપડેટ્સ

Next Article