Technology: WhatsApp એ દેશના 500 ગામને લીધા દત્તક, જાણો શું છે તેનું કારણ ?

|

Dec 16, 2021 | 10:45 AM

મેસેજિંગ એપ વોટ્સએપનો ઉદ્દેશ્ય દત્તક લીધેલા ગામોમાં વપરાશકર્તાઓને વોટ્સએપ પે દ્વારા ડિજિટલ પેમેન્ટની ઍક્સેસ પ્રદાન કરવાનો છે. ભારતમાં મેટાની આ વાર્ષિક ઈવેન્ટ તેની એપ્સ દ્વારા સામાજિક-આર્થિક પરિવર્તન અને સમાજ પર તેની સકારાત્મક અસર દર્શાવે છે.

Technology: WhatsApp એ દેશના 500 ગામને લીધા દત્તક, જાણો શું છે તેનું કારણ ?
Symbolic Image

Follow us on

વોટ્સએપે તેના પાયલોટ પ્રોગ્રામ હેઠળ મહારાષ્ટ્ર અને કર્ણાટકના 500 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. મેટા (Facebook)ની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે બુધવારે જાહેરાત કરી હતી કે તે ગ્રામીણ સ્માર્ટફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ (Digital Payment) સિસ્ટમમાં રજૂ કરવા માટે પહેલ કરશે. કંપનીએ કહ્યું કે તેનો પાયલોટ પ્રોગ્રામ ડિજિટલ પેમેન્ટ ઉત્સવ (Digital Payment Utsav) કર્ણાટક અને મહારાષ્ટ્રના 500 ગામોને આવરી લેશે.

મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)નો ઉદ્દેશ્ય દત્તક લીધેલા ગામોમાં વપરાશકર્તાઓને વોટ્સએપ પે (WhatsApp Pay) દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઍક્સેસ પ્રદાન કરવાનો છે. ભારતમાં મેટા (Meta)ની આ વાર્ષિક ઈવેન્ટ તેની એપ્સ દ્વારા સામાજિક-આર્થિક પરિવર્તન અને સમાજ પર તેની સકારાત્મક અસર દર્શાવે છે.

આ કાર્યક્રમનો હેતુ શું છે ?

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વોટ્સએપ કંપનીનું કહેવું છે કે આ પ્રોગ્રામનો હેતુ ગ્રાઉન્ડ લેવલ પર ડિજીટલ પેમેન્ટ સિસ્ટમમાં વ્યવહારુ ફેરફારો લાવવાનો છે. ભારતના WhatsApp હેડ અભિજિત બોઝે કહ્યું, અમે WhatsApp દ્વારા નાણાકીય વ્યવહારને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પાયલોટ પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના 500 ગામોને આવરી લીધા છે. અમારું લક્ષ્ય આગામી 50 કરોડ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને જોડવાનું છે.

અત્યાર સુધી ગ્રામજનોને શું શીખવ્યું ?

METAની મેસેજિંગ કંપનીએ જણાવ્યું છે કે ગામડામાં કરિયાણાની દુકાનોથી લઈને બ્યુટી-પાર્લર સુધીના તમામ નાના અને મધ્યમ વ્યવસાયો હવે ‘WhatsApp Pay’નો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકશે. ડિજિટલ પેમેન્ટ ઉત્સવ પાયલોટ પ્રોગ્રામ 15 ઓક્ટોબરે કર્ણાટકના માંડ્યા જિલ્લાના કાયથાનહલ્લી ગામમાંથી શરૂ થયો હતો.

જણાવી દઈએ કે, આ ગામના લોકોને ડિજિટલ પેમેન્ટ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. તેમને શીખવવામાં આવ્યું કે કેવી રીતે UPI માટે સાઇન અપ કરવું, UPI એકાઉન્ટ કેવી રીતે બનાવવું અને ડિજિટલ પેમેન્ટ કરતી વખતે સાવચેતી રાખવી.

 

આ પણ વાંચો: Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

આ પણ વાંચો: અમેરિકાએ ચીન પર કરી મોટી કાર્યવાહી, પેનકિલર બનાવતી દવાની કંપનીઓ પર પ્રતિબંધ લગાવી કહ્યું કે- અનેક લોકોના થયા છે મોત

આ પણ વાંચો: Viral: કોઈ પાણી પુરી આઈસક્રીમ ખાઈ રહ્યું છે તો કોઈ સફરજનના ભજીયા અને કાળી ઈડલી, વીડિયો થયા વાયરલ

Next Article