WhatsApp Hack : વોટ્સએપમાં છે એક મોટો બગ, કોઈનું પણ સ્ટેટસ ગુપ્ત રીતે જોઈ શકાય છે

|

Aug 08, 2023 | 3:27 PM

WhatsApp Hack: વોટ્સએપમાં એક મોટો બગ છે, જેમાં તમે ઈચ્છો તેટલું પ્રાઈવસી લોક લગાવી શકો છો, તો પણ સામેની વ્યક્તિ તમારુ સ્ટેટસ જોઈ શકશે અને તમને ખબર પણ નહીં પડે, અહીં જાણો કેવી રીતે ગુપ્ત રીતે જોઈ શકાય છે WhatsApp સ્ટેટસ.

WhatsApp Hack : વોટ્સએપમાં છે એક મોટો બગ, કોઈનું પણ સ્ટેટસ ગુપ્ત રીતે જોઈ શકાય છે
WhatsApp anyones status can be seen secretly
Image Credit source: Freepik

Follow us on

બધા યુઝર્સ વોટ્સએપ પર પોતાનુ સ્ટેટસ મુકે છે અને તે ખુબ જ લોકપ્રિય પણ છે. વોટ્સએપ તમને તમારું સ્ટેટસ કોણે જોયું તેની સંપૂર્ણ યાદી બતાવે છે. પરંતુ આના પર એક બગ પણ છે. જેના દ્વારા તમે કોઈનું પણ સ્ટેટસ જોઈ શકો છો અને સામેની વ્યક્તિ કે જેનુ તમે સ્ટેટસ જોયુ છે તેને ખબર પણ નહીં પડે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો તમે રીડ રિસિપ્ટ બંધ કરો છો અથવા થર્ડ પાર્ટી એપથી કરો છો, તો કહી દો કે આ બંને ટ્રિક્સ નથી, આ સિવાયની પણ અન્ય એક ટ્રિક પણ છે. જેમાં તમને સામેની વ્યક્તિનું સ્ટેટસ જોવા મળશે. અને તેને ખબર પણ નહિ પડે. અહીં અમે તમને વોટ્સએપના આવા હેક વિશે જણાવીશું જે તમારા કામને વધુ સરળ બનાવી દેશે.

થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરશો નહીં, એકાઉન્ટ બંધ થઈ જશે

ઘણા યુઝર્સ એવું વિચારે છે કે, જો તેઓ વ્હોટ્સએપ પર ગુપ્ત રીતે કોઈનું સ્ટેટસ જોવા માંગતા હોય તો તેઓ એક એપ ડાઉનલોડ કરે છે, પરંતુ આ ભૂલ કરવાથી બચો, વોટ્સએપના નિયમો અને શરતો અનુસાર, જો તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ એટલે કે અન્ય કોઈ એપનો ઉપયોગ કરો છો, તો તો WhatsApp તમારું એકાઉન્ટ બંધ કરી શકે છે.

Receipts વાંચો

વોટ્સએપની આ સૌથી સરળ રીત છે જેનાથી તમે કોઈપણ કોન્ટેક્ટનું વોટ્સએપ સ્ટેટસ ગુપ્ત રીતે જોઈ શકો છો. સૌથી સારી બાબત એ છે કે આ સત્તાવાર પદ્ધતિ છે અને તમને હાનિકારક યુક્તિઓ અથવા માલવેરથી ભરેલી થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર નિર્ભર રહેવા દેતી નથી. પરંતુ આ સિવાય, અમે જે હેક વિશે વાત કરી રહ્યા છીએ તે આ બંને પ્રક્રિયાઓથી અલગ છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

ફાઇલ મેનેજર કામને કરશે સરળ

  1. આ યુક્તિ માટે, તમારે એક ફાઇલ મેનેજરની જરૂર પડશે. જેમાં છુપાયેલી ફાઇલો બતાવવાની સુવિધા હોય. મોટાભાગના ફાઇલ મેનેજર્સમાં આ સિસ્ટમ આપવામાં આવતી નથી, આ માટે તમે Files by Google ના સેટિંગ વિકલ્પ પર જાઓ.
  2. ફાઈલને સક્ષમ કરવા માટે, સ્ક્રીનની ઉપર જમણી બાજુએ હેમબર્ગર આઇકોન પર ક્લિક કરો અને સેટિંગ્સ ખોલો.
  3. હવે અહીં ગુપ્ત કે ખાનગી ફાઇલો બતાવવાના વિકલ્પને ઈનેબલ કરો.
  4. ફાઇલો ખોલતા પહેલા, WhatsAppમાં સ્ટેટસ ટેબ ખોલો જેથી કરીને આ સ્ટેટસ પ્રી-લોડ થઈ જાય. આ પછી ફાઇલ મેનેજર એપ ઓપન કરો.
  5. નીચે આંતરિક સ્ટોરેજ સુધી સ્ક્રોલ કરો. આ પછી WhatsApp ફોલ્ડર પસંદ કરો.
  6. આગલા સ્ટેપમાં, મીડિયા ખોલો અને સ્ટેટસ (હિડન ફોલ્ડર) પર ક્લિક કરો. અહીં, તમે પહેલેથી જ લોડ કરેલી બધી સ્ટોરી જોવા માટે સક્ષમ હશો.

આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમે સરળતાથી કોઈનું પણ સ્ટેટસ જોઈ શકશો અને તેમને ખબર પણ નહીં પડે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article