Technology : વોટ્સએપ લાવ્યુ નવુ ફીચર, યુઝર્સ આઇફોન અને એન્ડ્રોઇડ વચ્ચે ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરી શકશે.

વોટ્સએપ યુઝર્સને આઇઓએસ અને એન્ડ્રોઇડ વચ્ચે ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે.ચેટ હિસ્ટ્રી ફીચર સેમસંગ ફોન્સ પર એન્ડ્રોઇડ 10 અથવા નવા વર્ઝન પર ઉપલબ્ધ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 2:37 PM

Technology : જો તમે આઇફોન યુઝર્સ છો અને એન્ડ્રોઇડ ડિવાઇસ (Android Device) પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ કદાચ સૌથી વધુ તમારા ઉપકરણ પર મહત્વની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ(WhatsApp)ના કારણે તે વિચારને છોડી રહ્યા છો. તો પછી ઉત્સાહિત રહો કારણ કે તમે વર્ષોથી જે ઈચ્છતા હતા તે ફીચર આખરે તમને મળી રહ્યું છે. વોટ્સએપ(WhatsApp) ટૂંક સમયમાં જ યુઝર્સને આઇઓએસ અને એન્ડ્રોઇડ વચ્ચે ફોટા અને વોઇસ મેમો સહિત તેમની ચેટ હિસ્ટ્રી(chat history) ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે. જો કે, અહીં મોટી વાતએ છે કે તે સુવિધા નવા ગેલેક્સી મોડલ્સથી શરૂ થશે.

બુધવારે સૌથી મોટી સેમસંગની ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં થયેલી જાહેરાત દરમિયાન વોટ્સએપએ છેલ્લે લાંબા સમયથી અફવા તરીકે ચર્ચિત ફીચરની પુષ્ટિ કરી. ચેટ હિસ્ટ્રી(chat history) ટ્રાન્સફર એપ સેમસંગના નવા પ્રીમિયમ ડિવાઇસ માટે ઉપલબ્ધ હોવાનું કહેવાય છે, જેમાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3 અને ગેલેક્સી ઝેડ ફ્લિપ 3 નો સમાવેશ થાય છે.છેવટે આગામી સપ્તાહમાં આ ફીચર અન્ય સેમસંગ ફોન્સમા આપવામાં આવશે.

શેર કરેલા એક સ્ક્રીનશોટમાં દર્શાવવામાં આવ્યુ છે કે વોટ્સએપ નવા ઉપકરણને સેટ કરતી વખતે ચેટ હિસ્ટ્રી આયાત કરવાનો વિકલ્પ આપશે. સ્ક્રીનશોટ એક એપ્લિકેશન સ્ક્રીન જ્યાં પ્રથમ “ઈંપોર્ટિન્ગ ચેટ હિસ્ટ્રી” બતાવે છે, જ્યાં એપ્લિકેશનને તમારી ચેટ્સ રીસ્ટોર કરવા માટે પરવાનગીની જરૂર પડશે.  આ સ્ટેપ સ્કીપ કર્યા બાદ ફરી રીસ્ટોર કરી શકાશે નહી. બીજો સ્ક્રીનશોટ એપ સ્ક્રીન બતાવે છે જ્યાં વોટ્સએપ ફોનને અનલોક રાખવા કહે છે અને એપ્લિકેશન ચેટ માઇગ્રેશન માટે ખુલ્લી છે. છેલ્લે, ત્રીજો સ્ક્રીનશોટ અંતિમ સ્ટેપ “ઈમ્પોર્ટ કમ્પલીટ” બતાવે છે.

એક સમાચાર સંસ્થા રિપોર્ટમાં ઉમેરે છે કે ચેટ હિસ્ટ્રી ફીચર સેમસંગ ફોન્સ પર એન્ડ્રોઇડ 10 અથવા નવા વર્ઝન પર ઉપલબ્ધ હશે.અલબત્ત,આ નવા પ્રીમિયમ ફોલ્ડેબલ ઉપકરણોથી અલગ છે.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ચેટ ટ્રાન્સફરમાં તસવીરો અને વોઇસ મેમો પણ હશે.મેસેજિંગ પ્લેટફોર્મે કહ્યું છે કે ચેટ ટ્રાન્સફર ટૂલનો અમલ કરવો મુશ્કેલ હતો.કારણ કે એપ 
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે.વોટ્સએપએ ઉમેર્યું કે માઈગ્રેટિંગ ચેટ તમામ વોટ્સએપ,ઓએસ ડેવલપર્સ અને ઓઈમ મેનુફેકચર્સ પાસેથી વધારાના કામની માંગણી કરે છે.
વધારાની વિગતો શેર કરતા અહેવાલ આપે છે કે આઇફોનથી સેમસંગ ડીવાઈસ પર ચેટ માઈગ્રેટિંગ માટે યુએસબી-સી લાઈટનિંગનો ઉપયોગ કરવાની જરૂર પડશે.

વધુમાં અહેવાલમાં ઉમેરે છે કે નવી ચેટ માઈગ્રેશન બે અલગ અલગ ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત ચેટ્સને મર્જ કરશે નહીં.iPhones માટે iCloud અને Android માટે Google Drive. 
આનો અર્થ એ છે કે જો તમે બે પ્લેટફોર્મ વચ્ચે સ્વિચ કર્યું છે, તો પછી શક્યતા છે કે તમે ક્યારેય ચેટ હિસ્ટ્રીને મર્જ કરી શકશો નહીં.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">