આ ભૂલને કારણે 19 લાખ WhatsApp એકાઉન્ટ થયા બંધ, જાણી લો તમે પણ નથી કરતાને આ કામ

|

Jul 02, 2022 | 7:14 PM

WhatsAppના પ્રવક્તાએ જણાવ્યુ છે કે IT નિયમો 2021 અનુસાર તેઓએ મે 2022 માટે નવીનતમ રિપોર્ટ જાહેર કર્યો છે. યુઝર્સની ફરિયાદ પર આમાંથી ઘણા એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે, જેની વિગતો આ રિપોર્ટમાં આપવામાં આવી છે.

આ ભૂલને કારણે 19 લાખ WhatsApp એકાઉન્ટ થયા બંધ, જાણી લો તમે પણ નથી કરતાને આ કામ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ (WhatsApp)એ દુનિયામાં સૌથી વધુ વપરાતુ ચેટિંગ એપ છે. તેની સુવિધાઓ અને નવા નવા ફીચર્સને કારણે તે લાંબા સમયથી લોકોનું ફેવરિટ ચેટિંગ એપ રહ્યુ છે. વોટ્સએપ યુઝર્સને હંમેશા કંઈક નવી નવી સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. તેની સાથે સાથે તે પોતાની ગાઈડલાઈન્સને લઈને પણ એટલુ જ ગંભીર છે. વોટ્સએપે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 (Intermediary Guidelines and Digital Media Ethics Code) હેઠળ મે મહિના માટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ લગભગ 19 લાખ લોકોના વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દીધા છે, હવે તેઓ તે નંબરથી મેસેજિંગ એપનો લાભ લઈ શકતા નથી. આ બધાએ વોટ્સએપની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે તેમણે આ નિર્ણય લેવો પડ્યો. આ રિપોર્ટમાં 1 મે 2022થી 31 મે 2022 સુધીના ડેટાનો સમાવેશ થયો છે.

WhatsAppના પ્રવક્તાએ જણાવ્યુ છે કે IT નિયમો 2021 અનુસાર તેઓએ મે 2022 માટે નવીનતમ રિપોર્ટ જાહેર કર્યો છે. યુઝર્સની ફરિયાદ પર આમાંથી ઘણા એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે, જેની વિગતો આ રિપોર્ટમાં આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે મેટા કંપનીની માલિકીની એપ તેના પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માંગે છે.

વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ કેમ છે?

વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવાનું સૌથી મોટું કારણ એ છે કે જે લોકો કંપનીની પોલિસીનું પાલન નથી કરતા તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે. ખોટી માહિતી, ફેક ન્યૂઝ અથવા અનવેરિફાઈડ મેસેજ ફોરવર્ડ કરનારા યુઝર્સના એકાઉન્ટને બંધ કરવામાં આવે છે. કંપની ફોરવર્ડ કરેલા મેસેજની જાણકારી આપવા માટે તેના પર એક માર્ક પણ આપે છે, જે દર્શાવે છે કે તેને ઘણી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આવા બીજા અનેક પગલા લેવામાં આવે છે.

આ પણ વાંચો

આ પહેલા પણ થઈ હતી આ કાર્યવાહી

આ પહેલીવાર નથી, જ્યારે મેસેજિંગ એપ દ્વારા તેના યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય. WhatsApp દર મહિને યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરે છે, જેમાં પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો આપવામાં આવે છે.

આ કામ ના કરો

વોટ્સએપ પર ફેક ન્યૂઝ અથવા અનવેરિફાઈડ મેસેજ ફોરવર્ડ ના કરો. એવા કોઈ પણ કામ ના કરો, જે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ અને વોટ્સએપ ગાઈડલાઈન્સની વિરુદ્ધ હોય.

Next Article