Facebook પર કોઈની લોક પ્રોફાઈલની તસ્વીર જોવી છે? આ નાની ટ્રીક આવશે કામ

|

Aug 02, 2021 | 11:59 PM

ફેસબુકનું પ્રોફાઈલ લોક ફિચર યૂઝર્સની પ્રાઈવસી માટે લોન્ચ કરવામાં આવ્યુ હતુ, પરંતુ કેટલીક વાર તે અન્ય યૂઝર માટે મુસિબત બની જાય છે. પરંતુ હવે તમારે લોક પ્રોફાઈલ જોઈને ચિંતા કરવાની જરૂર નથી.

Facebook પર કોઈની લોક પ્રોફાઈલની તસ્વીર જોવી છે? આ નાની ટ્રીક આવશે કામ
Facebook locked profile

Follow us on

જો તમે કોઈની ફેસબુક પ્રોફાઈલ (Facebook Profile) જોવા માંગતા હોવ પણ તે પ્રોફાઈલ લોક હોય તો શું કરશો? ઘણા લોકો હવે પોતાની ફેસબુક પ્રોફાઈલને લોક (Facebook locked profile) રાખે છે. મુશ્કેલી ત્યારે ઉભી થાય છે, જ્યારે કોઈ લોક પ્રોફાઈલ પરથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ (Friend Request) અથવા તો કોઈ મેસેજ આવે છે. લોક પ્રોફાઈલના કારણે તમે યૂઝરનો ફોટો નથી જોઈ શક્તા અને પછી તેને ઓળખવામાં મુશ્કેલી પડે છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફેસબુકનું પ્રોફાઈલ લોક ફિચર યૂઝર્સની પ્રાઈવસી માટે લોન્ચ કરવામાં આવ્યુ હતુ, પરંતુ કેટલીક વાર તે અન્ય યૂઝર માટે મુસિબત બની જાય છે. પરંતુ હવે તમારે લોક પ્રોફાઈલ જોઈને ચિંતા કરવાની જરૂર નથી. ફેસબુક પર લોક પ્રોફાઈલ જોવું હવે સરળ છે. જો તમે થોડા પ્રયત્ન કરશો તો તમને લોક કરેલી પ્રોફાઈલ પણ જોવા મળશે. તેના માટે તમારે કેટલી સરળ ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરવી પડશે.

 

 

કેટલાક લોકો એવા હોય છે કે જે છુપાઈને એકબીજાની પ્રોફાઈલમાં તાંક-ઝાંક કરે છે. એવા લોકોથી યૂઝર્સને બચાવવા માટે ફેસબુકે લોક પ્રોફાઈલ ફિચર લાગુ કર્યુ છે. જો તમે તમારી ફેસબુક આઈડી માટે લોક પ્રોફાઈલ સિલેક્ટ કરો છો તો તમારા મિત્રો સિવાય કોઈ પણ અજાણ વ્યક્તિ તમારી પ્રોફાઈલ અને પોસ્ટ નહીં જોઈ શકે. સાથે જ તમારી લોક કરેલી પ્રોફાઈલનો સ્ક્રિન શોટ પણ નહીં લઈ શકાય.

 

 

લોક પ્રોફાઈલ જોવાની ટ્રીક

Facebook પર Locked Profile જોવી એટલી પણ મુશ્કેલ નથી. લોક પ્રોફાઈલ જોવા માટેની પહેલી રીત છે કે તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં લોક પ્રોફાઈલમાં જાઓ. હવે પ્રોફાઈલ પિક્ચર પર રાઈટ ક્લિક કરો. હવે કોપી ઈમેજ એડ્રેસ પર ક્લિક કરો. એક નવી વિન્ડો ખોલો અને તેમાં URL પેસ્ટ કરો. લોક પ્રોફાઈલની તસવીર જોવા મળી જશે.

 

આ સિવાય Locked Profile જોવા માટે અન્ય પણ એક વિકલ્પ છે. લોક કરેલી પ્રોફાઈલના યૂઝરનું નામ વાંચી લો. હવે http://graph.facebook.com/username/userid/Picture?width=2000&height=2000 પર જઈને યૂઝરનેમની જગ્યાએ નામ લખો. પ્રોફાઈલ ફોટો દેખાવા લાગશે.

 

આ પણ વાંચો tokyo olympics : સાયના નેહવાલે પીવી સિંધુને શુભકામના ન પાઠવી, સિંધુએ કહ્યું અમે વાત કરતા નથી

 

આ પણ વાંચો – Ahmedabad: તસ્કરોએ ફરી એક વખત જ્વેલર્સની દુકાનને બનાવી ટાર્ગેટ, લાખો રૂપિયાના દાગીનાની ચોરી

Next Article