આજે દુનિયાના મોટાભાગના દેશ WhatsAppનો ઉપયોગ કરે છે. કરોડો લોકો આ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે અને કંપની પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ પણ લઈને આવતી રહે છે. લોકોની પ્રાઈવસીને જાળવી રાખવા માટે WhatsAppએ Blockingનું ઓપ્શન આપ્યું છે. તમે જો કોઈ વ્યક્તિ સાથે વાત નથી કરવા માંગતા તો તમે તેને બ્લોક કરી શકો છો.
તમે કોઈને બ્લોક કરો તો ઠીક છે, પરંતુ જો કોઈ તમને બ્લોક કરે તો? કોણ તમને ક્યારે બ્લોક કરે છે તે જાણવુ તો અઘરુ છે. પરંતુ કેટલીક એવી રીત અને ટીપ્સ છે જેને ફોલોવ કરીને તમે જાણી શકો છો કે શું તમને કોઈએ બ્લોક કર્યા છે?
આ રીતે ચેક કરી શકો છો
તમે જેના વિશે પણ જાણવા માંગતા હોવ તેની ચેટ વિન્ડો ઓપન કરો અને તેમના નામ નીચે જુઓ તેનું લાસ્ટ સીન અથવા તો કરંટ સ્ટેટસ તમને દેખાય છે. જો દેખાતુ હોય તો તમે બ્લોક નથી. જો કે આ ટીપથી વાતની સંપૂર્ણપણે પુષ્ટી થતી નથી કારણ કે અમુક વાર લોકો પ્રાઈવસી સેટિંગ્સ પણ કરતા હોય છે, જેના કારણે તેમનું લાસ્ટ સીન જોવા નથી મળતુ.
પ્રોફાઈલ પિક્ચર
જો તમને શંકા હોય કે કોઈએ તમને બ્લોક કર્યા છે તો તેમના પ્રોફાઈલ પિક્ચરને ઓબ્ઝર્વ કરો. જો ફોટો દેખાવાની જગ્યાએ તમને આઈકોન દેખાશે.
મેસેજ સેન્ડ કરો
તમે જેના પણ વિશે ચેક કરવા માંગતા હોવ તો તેને એક મેસેજ મોકલીને જુઓ. જો તમારા મેસેજ પર લાંબા સમય સુધી ડબલ ટીક નથી આવતી તો સમજી લો તમે બ્લોક છો.
કોલ કરો
જો તમે કોલ કરો છો અને કોલ નથી લાગતો તો સમજી લો તેણે તમને બ્લોક કર્યા છે.
વોટ્સએપ ગ્રૃપ બનાવો
ઉપરોક્ત દરેક ટીપ તમને એ વાતની ખાતરી નથી આપી શકતી કે તમે બ્લોક જ છો. નેટવર્ક એરરના કારણે પણ ઉપરોક્ત બાબતો બની શકે છે, પરંતુ હવેના સ્ટેપ્સથી તમે ખાતરી કરી શક્શો કે તમે બ્લોક છો કે નહીં. તમને જે પણ કોન્ટેક્ટ વિશે લાગતુ હોય કે તેણે તમને બ્લોક કર્યા છે તો તેમની સાથે એક વોટ્સએપ ગૃપ બનાવો, જો તમને આ મેસેજ આવે કે, ‘You are not authorized to add this contact’ તો સમજી જાઓ કે તમે બ્લોક છો.
આ પણ વાંચો – ભારત આવવા-જવા માટે OCI કાર્ડ સાથે જૂનો પાસપોર્ટ ફરજિયાત નહીં, લોકસભામાં બોલ્યા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય
આ પણ વાંચો – Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું