UPI Charges: 1 Aprilથી આ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે PPI ચાર્જ, જાણો કેટલી હશે ઈન્ટરચેન્જ ફી

|

Mar 29, 2023 | 1:36 PM

આજકાલ, મોટાભાગના લોકો દરેક નાની અને મોટી ખરીદી માટે UPI દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), જે હવે UPIનું સંચાલન કરે છે તેણે એક પરિપત્ર જાહેર કર્યો છે.

UPI Charges: 1 Aprilથી આ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે PPI ચાર્જ, જાણો કેટલી હશે ઈન્ટરચેન્જ ફી

Follow us on

આજના સમયમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI સામાન્ય લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આજકાલ, મોટાભાગના લોકો દરેક નાની અને મોટી ખરીદી માટે UPI દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), જે હવે UPIનું સંચાલન કરે છે.

આ પણ વાંચો: ગુડ ન્યૂઝ : સહારાના લાખો ઈન્વેસ્ટર્સને હવે ટૂંક જ સમયમાં પરત મળશે પૈસા ! સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી

NPCIએ 24 માર્ચ, 2023ના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે UPIથી વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) ફી લાગુ કરવામાં આવશે. આ નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ વેપારીઓને ટ્રાન્સફર કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. નોંધનીય બાબત એ છે કે કાર્ડ અને વોલેટ PPI હેઠળ આવે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઇન્ટરચેન્જ ફી કેટલી હશે

એક અહેવાલ મુજબ, NPCIના પરિપત્રમાં રૂ. 2,000થી વધુના વ્યવહારો પર જ આ ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ફી સામાન્ય રીતે રૂ. 2,000 થી વધુ રકમના કુલ 1.1 ટકા હશે. નોંધપાત્ર રીતે, NPCI એ વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. કૃષિ અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ચાર્જ ફક્ત એવા વપરાશકર્તાઓને ચૂકવવો પડશે જેઓ વેપારી વ્યવહારો માટે ચૂકવણી કરે છે.

કોની પાસેથી ઇન્ટરચેન્જ ફી લેવામાં આવશે નહીં ?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) ના પરિપત્ર અનુસાર, પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM) બેંક એકાઉન્ટ્સ અને PPI વૉલેટ વચ્ચેના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ કર્યા પછી, NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે.

એક દિવસમાં UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા

NPCIની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સામાન્ય ગ્રાહક સામાન્ય UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જો કે, મૂડી બજાર, કેલેક્શન, વીમો, વિદેશી ઇનવર્ડ રેમિટન્સ જેવી કેટલીક વિશેષ શ્રેણીઓના કિસ્સામાં આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની છે.

બેંકો આ મર્યાદા નક્કી કરી શકે છે

NPCI નિયમો અનુસાર બેંકો તેમના ગ્રાહકો માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની મર્યાદાઓ નક્કી કરી શકે છે. આ માટે અલગ-અલગ બેંકો પોતાના નિયમો બનાવી શકે છે. આ નિયમોમાં, ગ્રાહકો એક દિવસમાં મહત્તમ ટ્રાન્ઝેક્શન મૂલ્ય, સિંગલ ટાઇમમાં મહત્તમ ટ્રાન્ઝેક્શન અને દિવસમાં મહત્તમ વ્યવહારોની સંખ્યાને મર્યાદિત કરી શકે છે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article