મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોંઘવારીનો બેવડો માર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા

|

Jun 29, 2024 | 7:49 PM

Jio એ પ્લાનની કિંમતો વધારવાની સાથે કંપનીએ કેટલાક પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા આપવાનું પણ બંધ કરી દીધું છે. જો તમે પણ Jio યુઝર છો તો તમને સવાલ થતો હશે કે રિલાયન્સ જિયોના કયા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ બંધ કરવામાં આવ્યો છે. તો આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોંઘવારીનો બેવડો માર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા
Jio Unlimited 5G
Image Credit source: jio

Follow us on

રિલાયન્સ Jioના યુઝર્સને મોંઘવારીનો ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે. કંપનીએ માત્ર Jio પ્લાનની કિંમતોમાં જ વધારો કર્યો નથી, પ્લાનની કિંમતો વધારવાની સાથે કંપનીએ કેટલાક પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા આપવાનું પણ બંધ કરી દીધું છે.

જો તમે પણ Jio યુઝર છો તો તમને સવાલ થતો હશે કે રિલાયન્સ જિયોના કયા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ બંધ કરવામાં આવ્યો છે. તો આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

આ પ્લાનમાં હવે નહીં મળે અનલિમિટેડ 5G ડેટા

અનલિમિટેડ 5G માટે પહેલા કંપનીની માત્ર એક જ શરત હતી કે જો કોઈ વ્યક્તિ 239 રૂપિયા કે તેનાથી વધુનો કોઈ રિચાર્જ પ્લાન લે છે તો કંપની દ્વારા અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવશે. પરંતુ હવે ઘણું બદલાઈ ગયું છે, હવે કંપનીનું કહેવું છે કે અમર્યાદિત 5G ડેટા ફક્ત તે જ યુઝર્સને આપવામાં આવશે જે દરરોજ 2 GB ડેટા અથવા તેનાથી વધુ ડેટા સાથેનો પ્લાન લે છે. આનો અર્થ એ છે કે જો તમે દરરોજ 1 GB અથવા 1.5 GB ડેટા સાથેનો પ્લાન ખરીદો છો, તો હવે તમને અમર્યાદિત 5G ડેટા નહીં મળે.

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

Jio દ્વારા જાહેર કરાયેલી યાદી દર્શાવે છે કે ઓછામાં ઓછા 5 એવા પ્લાન છે, જેમાં હવે અનલિમિટેડ 5G મળશે નહીં. આ પ્લાનમાં રૂ. 209, રૂ. 239, રૂ. 479, રૂ. 666 અને રૂ. 1,559ના પ્લાનનો સમાવેશ થાય છે. જો કે, રૂ 1,559ના પ્લાનમાં 5G મળશે કે નહીં તેની કોઈ જાણકારી આપી નથી. આ પ્લાન 336 દિવસ માટે માત્ર 24GB ડેટા ઓફર કરે છે. જો કે, આ વર્તમાન પ્લાનની કિંમતો છે, જેની કિંમત 3 જુલાઈથી વધશે.

વધારા પછી કિંમત

  • 209 રૂપિયાવાળા પ્લાનની કિંમત વધીને 249 રૂપિયા થશે
  • 239 રૂપિયાવાળા પ્લાનની કિંમત વધીને 299 રૂપિયા થશે
  • 299 રૂપિયાવાળા પ્લાનની કિંમત વધીને 349 રૂપિયા થશે
  • 349 રૂપિયાવાળા પ્લાનની કિંમત વધીને 399 રૂપિયા થશે
  • 399 રૂપિયાવાળા પ્લાનની કિંમત વધીને 449 રૂપિયા થશે

Published On - 7:18 pm, Sat, 29 June 24

Next Article