Twitter X Logo: એપલથી લઈને એન્ડ્રોઈડ સુધી, ફોનમાં પણ બદલાયો ટ્વિટરનો લોગો

|

Jul 30, 2023 | 1:50 PM

પહેલા જ્યારે પણ તમે ટ્વિટર પર કંઈપણ પોસ્ટ કરતા હતા, ત્યારે તમે ટ્વિટ આઈકોન પર ક્લિક કરતા હતા, પરંતુ હવે તમને ટ્વિટ લખેલું દેખાશે નહીં. કારણ કે લોગોની સાથે કંપનીએ ટ્વીટનું નામ પણ બદલી નાખ્યું છે અને હવે ટ્વીટને પોસ્ટ કહેવામાં આવશે.

Twitter X Logo: એપલથી લઈને એન્ડ્રોઈડ સુધી, ફોનમાં પણ બદલાયો ટ્વિટરનો લોગો

Follow us on

એલન મસ્કે (Elon Musk) માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને (Twitter) બદલી નાખ્યું છે, હવે ટ્વિટર નવા લુકમાં જોવા મળી રહ્યું છે. અમારો કહેવાનો મતલબ એ છે કે વેબ પ્લેટફોર્મ માટે હાલમાં જ ટ્વિટરની ઓળખ બદલવામાં આવી છે અને હવે કંપનીએ એન્ડ્રોઇડ અને એપલ આઇફોન માટે હાલની ટ્વિટર એપનો લોગો પણ બદલીને X કરી દીધો છે.

લોગોની સાથે કંપનીએ ટ્વીટનું નામ પણ બદલી નાખ્યું

એટલું જ નહીં, પહેલા જ્યારે પણ તમે ટ્વિટર પર કંઈપણ પોસ્ટ કરતા હતા, ત્યારે તમે ટ્વિટ આઈકોન પર ક્લિક કરતા હતા, પરંતુ હવે તમને ટ્વિટ લખેલું દેખાશે નહીં. કારણ કે લોગોની સાથે કંપનીએ ટ્વીટનું નામ પણ બદલી નાખ્યું છે અને હવે ટ્વીટને પોસ્ટ કહેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યારે કેટલાક એન્ડ્રોઈડ અને એપલ આઈફોનમાં જૂના નામ એટલે કે ટ્વિટરનો નવો લોગો જોવા મળી રહ્યો છે.

ટ્વીટનું નામ બદલીને પોસ્ટ કરવામાં આવ્યું

અત્યારે એન્ડ્રોઈડ એપમાં એપ ખોલવા પર રાઈટ સાઈડના તળિયે દેખાતી ટ્વીટનું નામ બદલીને પોસ્ટ કરવામાં આવ્યું છે. એવું લાગે છે કે મસ્ક ધીમે ધીમે ટ્વિટરમાંથી બધી જૂની વસ્તુઓને બહાર કાઢી રહ્યા છે.

મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે

એકટિવ યુઝર્સની સંખ્યામાં વધારો

એલન મસ્કે હાલમાં જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે X નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. મસ્કએ અત્યાર સુધીમાં 2023ના આંકડા શેર કર્યા છે. કંપનીનો દાવો છે કે છેલ્લા 7 મહિનામાં Xના માસિક વપરાશકારોની સંખ્યા 531,202,332 મિલિયનથી વધીને 541,562,214 મિલિયન થઈ ગઈ છે.

આ પણ વાંચો : Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video

આ દેશમાં X ને બ્લોક કરવામાં આવ્યું

ટ્વિટરને નવી ઓળખ તો મળી પરંતુ ઈન્ડોનેશિયાએ Xને બ્લોક કરી દીધું છે, પરંતુ બ્લોક કરવા પાછળનું કારણ શું હતું? તમને જણાવી દઈએ કે ઈલોન મસ્કના X.com (અગાઉના ટ્વિટર)ને બ્લોક કરવા પાછળ બે નક્કર કારણો છે, પહેલું પોર્ન અને બીજું જુગાર.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:49 pm, Sun, 30 July 23

Next Article