Twitter: અફવા ફેલાવનારની હવે ખેર નથી, યુઝર્સને કરી શકાશે સજા, જાણો Twitter પર આવનાર ફીચર વિશે

|

Aug 18, 2021 | 9:19 PM

ટ્વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થશે. હવે યુઝર્સ ભ્રામક હોય તેવા ટ્વીટ્સની જાણ કરી શકશે. ચાલો જાણીએ આ નવા ફીચર વિશે.

Twitter: અફવા ફેલાવનારની હવે ખેર નથી, યુઝર્સને કરી શકાશે સજા, જાણો Twitter પર આવનાર ફીચર વિશે
File Image

Follow us on

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર(Twitter) હવે કંઈક નવું કરવાની યોજના બનાવી રહ્યું છે. ટ્વીટર(Twitter) યુઝર્સ માટે રાજકારણ (politics), કોવિડ -19(COVID-19)/આરોગ્ય(health) અથવા અન્ય કોઈ કેટેગરી વિશે ખોટી માહિતી ધરાવતી ટ્વીટ્સને ફ્લેગ કરવા માટે એક નવી સુવિધાનું ટેસ્ટીંગ કરી રહ્યું છે. ટ્વીટરે મંગળવારે જણાવ્યું હતું કે “યુએસ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના ચોક્કસ યુઝર્સ માટે નવી સુવિધા ઉપલબ્ધ છે.”

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

કંપનીએ શું કહ્યું?

કંપનીએ એક ટ્વીટમાં કહ્યું “અમે તમારા માટે એક એવી સુવિધાનું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ કે જેથી તમે ભ્રામક લાગે તેવી ટ્વીટ્સની રિપોર્ટ કરી શકો.”આજથી, યુ.એસ., દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક લોકો પાસે ટ્વીટ પર ક્લિક કર્યા પછી ‘આ ભ્રામક છે’ ને ચિહ્નિત કરવાનો વિકલ્પ મળશે.

 

ટ્વીટરે(Twitter) કહ્યું કે દરેક અહેવાલની સમીક્ષા કરવામાં આવશે નહીં. કારણ કે પ્લેટફોર્મ સુવિધાનું પરીક્ષણ કરવાનું ચાલુ રાખે છે. ટ્વીટરે વધુમાં કહ્યું કે ‘અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે શું આ અસરકારક અભિગમ છે, તેથી અમે નાની શરૂઆત કરી રહ્યા છીએ. અમે પગલાં લઈ શકતા નથી અને પ્રયોગમાં દરેક અહેવાલનો જવાબ આપી શકતા નથી, પરંતુ તમારું ઈનપુટ અમને વલણો ઓળખવામાં મદદ કરશે, જેથી અમે ઝડપ સુધારી શકીએ.’

 

 

ટ્વીટર લાંબા સમયથી કરી રહ્યું છે ટેસ્ટીંગ

તેના પ્લેટફોર્મ પર ભ્રામક ટ્વીટ્સના પ્રસારને રોકવા માટે માઈક્રો બ્લોગિંગ કંપની ટ્વીટરે(Twitter) ગયા મહિને કહ્યું હતું કે તે વધુ સંદર્ભ સાથે નવી લેબલ ડિઝાઈનનું પરીક્ષણ કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે નવા લેબલ અને ચેતવણી સંદેશો રજૂ કર્યા હતા, જે વિરોધાભાસી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી ધરાવતા કેટલાક ટ્વીટ્સ પર વધારાનો સંદર્ભ અને માહિતી પૂરી પાડે છે.

 

આ પગલું ટ્વીટર યુઝર્સને દ્રશ્ય સંકેતો દ્વારા માહિતીને ઝડપથી ફિલ્ટર કરવાની મંજૂરી આપશે. માઈક્રો-બ્લોગિંગ(micro blogging) પ્લેટફોર્મે COVID-19 વિશે ગેરમાર્ગે દોરનારા ટ્વીટ્સ સામે સ્ટ્રાઈક સિસ્ટમ પણ રજૂ કરી છે અને પાંચ કે તેથી વધુ વખત સ્ટ્રાઈક થયેલ એકાઉન્ટને કાયમ માટે સ્થગિત કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો : Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !

 

આ પણ વાંચો : Independence Day : શું તમે જાણો છો કે દેશના કયા ભાગમાં આજે 18 ઓગસ્ટના રોજ થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી ?

Next Article