Twitter New Logo: બદલાઈ ગયો ટ્વીટરનો લોગો, એલોન મસ્ક અને ટ્વિટરના CEOની પ્રોફાઈલના કવરપેજ બદલાયા

|

Jul 24, 2023 | 4:23 PM

હાલમાં, ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઈલ પિક્ચર બદલવામાં આવી છે. બ્લુ બર્ડ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે. અમેરિકન કંપની પણ આજે તેને વિદાય આપશે. નીચે તમે જોઈ શકો છો કે Twitterની પ્રોફાઈલ કેવી રીતે બદલાઈ છે.

Twitter New Logo: બદલાઈ ગયો ટ્વીટરનો લોગો, એલોન મસ્ક અને ટ્વિટરના CEOની પ્રોફાઈલના કવરપેજ બદલાયા
Twitter new logo

Follow us on

Twitter New Logo: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલાઈ ગયો છે. હવે ટૂંક સમયમાં ટ્વિટર (Twitter) પર બ્લુ બર્ડની જગ્યાએ X નો લોગો જોવા મળશે. ઈલોન મસ્કે ટ્વિટર પરથી બ્લુ બર્ડને અલવિદા કહેવાની તૈયારી કરી લીધી છે. જો તમે X.com પર જાઓ છો, તો Twitter ખુલશે. એલોન મસ્ક અને ટ્વિટરના સીઈઓ લિન્ડા યાકારિનોના પ્રોફાઈલ બેજ પણ બદલાઈ ગયા છે. બેજ પર વાદળી પક્ષીની જગ્યાએ X લખેલું છે.

હાલમાં, ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઈલ પિક્ચર બદલવામાં આવી છે. બ્લુ બર્ડ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે. અમેરિકન કંપની પણ આજે તેને વિદાય આપશે. નીચે તમે જોઈ શકો છો કે Twitterની પ્રોફાઈલ કેવી રીતે બદલાઈ છે.

આ પણ વાંચો: AI Generated Image : ઈમેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલી છે કે નહીં? હવે જાણવું સરળ થશે

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

લિન્ડા યાકારિનોએ ટ્વિટર પર પોતાની એક પોસ્ટ દ્વારા ટ્વિટરનો નવો લોગો શેર કર્યો છે. ટ્વિટરનો લોગો બદલવામાં માત્ર 24 કલાકનો સમય લાગ્યો, બે દિવસ અગાઉ મસ્કે તેના 149 મિલિયન અનુયાયીઓને X લોગો સૂચવવા માટે આમંત્રિત કર્યા, પછી તેમાંથી એક ડિઝાઈન પસંદ કરી અને તેનો નવો પ્રોફાઈલ ફોટો બનાવ્યો.

ટ્વિટર હેડ ઓફિસના બિલ્ડિંગ પર જોવા મળ્યો નવો લોગો

ટ્વિટરનો નવો લોગો સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટરમાં પણ જોવા મળ્યો હતો. સીઈઓ લિન્ડા યાકારિનોએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી મુખ્યાલયની તસવીર શેર કરી છે. આમાં તમે Xની બાજુમાં આવેલ હેડક્વાર્ટર બિલ્ડિંગ જોઈ શકો છો.

ટ્વિટરની નવી સર્વિસ થ્રેડ્સને આપશે ટક્કર

ટ્વિટર પર નવા ફેરફારો સાથે વપરાશકર્તાઓને પ્રથમ વખત ઘણી નવી વસ્તુઓ કરવાની તક મળશે. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ઓડિયો, વીડિયો, મેસેજિંગ ઉપરાંત બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ જેવા કામ પણ થશે. તે નવી તકો, વિચારો, માલસામાન અને સેવાઓ માટે વૈશ્વિક બજાર તરીકે ઉભરી આવશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કંપની ટ્વિટર એટલે કે Xને સુધારશે. ઈન્સ્ટાગ્રામની નવી એપ થ્રેડ્સ માટે આની સાથે સ્પર્ધા કરવી ખરેખર મુશ્કેલ હશે.

ટ્વિટરને રિબ્રાન્ડ કરવાનો સેકન્ડ ચાન્સ

યાકારિનોએ અગાઉ ટ્વિટરને રિબ્રાન્ડ કરવાના નિર્ણયને બીજી તક ગણાવી હતી. તેમના ટ્વીટ અનુસાર, એવું બહુ જ દુર્લભ છે કે તમને બિઝનેસ લાઈફમાં મોટી છાપ બનાવવાની બીજી તક મળે. ટ્વિટરે વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. Twitterએ અમારી વાતચીત કરવાની રીત બદલી છે, હવે X આગળ વધશે અને વૈશ્વિક ટાઉન સ્ક્વેરને બદલશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article