Tech News: અનમેન્શન ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે Twitter, અનિચ્છનીય કન્વર્ઝેશનથી પોતાને કરી શકશો અનટેગ

|

Apr 09, 2022 | 1:42 PM

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર વપરાશકર્તાઓને આવી મુશ્કેલીમાંથી બચાવવા માટે એક ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. જે તેમને ટ્વીટ થ્રેડ (Tweet Thread)માંથી પોતાને અનટેગ કરવાનો વિકલ્પ આપશે.

Tech News: અનમેન્શન ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે Twitter, અનિચ્છનીય કન્વર્ઝેશનથી પોતાને કરી શકશો અનટેગ
Symbolic Image

Follow us on

કેટલીકવાર ટ્વિટર (Twitter)પર વપરાશકર્તાઓને કન્વર્ઝેશનમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે તેઓ તેનો ભાગ બનવા માંગતા નથી, પરંતુ તેઓ તેના માટે કંઈપણ કરવામાં અસમર્થ છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર વપરાશકર્તાઓને આવી મુશ્કેલીમાંથી બચાવવા માટે એક ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. જે તેમને ટ્વીટ થ્રેડ (Tweet Thread)માંથી પોતાને અનટેગ કરવાનો વિકલ્પ આપશે. આમ કરવાથી યુઝર્સને વાતચીતથી સંબંધિત નોટિફિકેશન નહીં મળે.

સત્તાવાર એકાઉન્ટ પર માહિતી મળી

ટ્વિટરે તેના સત્તાવાર એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તેઓએ આ નવા ફીચરનું એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આની મદદથી યુઝર્સ પોતાની જાતને કન્વર્ઝેશન અને ચર્ચાઓથી અલગ કરી શકશે જેનો તેઓ ભાગ બનવા માંગતા નથી. એક નાનો વીડિયો શેર કરતી વખતે, કંપનીએ જણાવ્યું કે કેવી રીતે યુઝર્સ પોતાને અનટેગ કરી શકશે. આની મદદથી યુઝર્સ એક જ ટ્વીટ અને તેના તમામ જવાબોમાંથી પોતાને અનટેગ કરી શકશે.

ફરીથી થશે નહીં ટેગ

એકવાર યુઝર્સ ટ્વીટ થ્રેડમાંથી પોતાને અનટેગ કરી દે તે પછી, તેઓ ફરીથી તે જ વાતચીતમાં મેન્શન અથવા ટેગ કરી શકાશે નહીં. અનમેંશન કર્યા પછી, યુઝર્સને તેનાથી સંબંધિત નોટિફિકેશન મળવાનું પણ બંધ થઈ જશે. આ હોવા છતાં, વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર આખી જાહેર વાતચીત જોઈ શકશે અને તેનો એક ભાગ પણ બની શકશે. આપને જણાવી દઈએ કે જ્યારે કોઈ ટ્વીટનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે તેના જવાબમાં યુઝર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આપને જણાવી દઈએ કે ટ્વિટરે સૌથી પહેલા ગત વર્ષ જૂનમાં એનિમેશન ફીચરને ટીઝ કર્યું હતું અને આ ફીચરનો ‘કન્સેપ્ટ’ શેર કરતી વખતે યુઝર્સ પાસેથી ફીડબેક માંગ્યો હતો. તે સમયે, તેને લીવ ધ કન્વર્સેશન નામ આપવામાં આવ્યું હતું. ટ્વિટર આ ‘લીવ ધ કન્વર્સેશન’ અથવા ‘અનમેંશન’ ફીચરને પસંદગીના યુઝર્સ સાથે ટેસ્ટ કરી રહ્યું છે.

‘આર્ટકલ્સ’ ફિચરનું પણ કરી રહ્યું છે ટેસ્ટ

આ સિવાય ટ્વિટર એક નવા ‘આર્ટિકલ’ ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેની મદદથી યુઝર્સ લાંબા આર્ટિકલ પણ શેર કરી શકશે. જે વપરાશકર્તાઓ 280 અક્ષરો કરતાં લાંબી પોસ્ટ શેર કરવા માગે છે તેઓ Twitter થ્રેડ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક જ પોસ્ટમાં બહુવિધ ટ્વીટ્સને જોડી શકે છે.

આ પણ વાંચો: Tech News: NRSC વિકસાવશે ‘ભુવન-આધાર’ પોર્ટલ, દેશભરના આધાર કેન્દ્રોના લોકેશનની મળશે માહિતી

આ પણ વાંચો: Tech News: Google ઓફિસે આવતા કર્મચારીઓને આપશે ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો શા માટે લીધો આ નિર્ણય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article