Twitter આપી રહ્યું છે હજારો ડૉલર જીતવાનો ચાન્સ, બસ તમારે આટલુ કરવાનું છે

|

Aug 01, 2021 | 11:35 PM

કંપની દ્વારા મહત્તમ $ 3,500 (લગભગ 2,60,327 રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. આ હરીફાઈનો મુખ્ય હેતુ સુરક્ષા સંશોધકો દ્વારા ટ્વીટરના અલ્ગોરિધમ્સમાં કોઈ ખામી શોધવાનો છે.

Twitter આપી રહ્યું છે હજારો ડૉલર જીતવાનો ચાન્સ, બસ તમારે આટલુ કરવાનું છે
Twitter bug bounty contest in which you can get prize of $3500

Follow us on

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે (Twitter) તેના પ્લેટફોર્મમાં વધુ સુધારો કરવા અને તેમાં કોઈપણ ભૂલો શોધવા માટે બગ બાઉન્ટી સ્પર્ધા (Twitter bug bounty contest) શરૂ કરી છે, જેમાં કંપની દ્વારા મહત્તમ $ 3,500 (લગભગ 2,60,327 રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે. આ હરીફાઈનો મુખ્ય હેતુ સુરક્ષા સંશોધકો દ્વારા ટ્વીટરના અલ્ગોરિધમ્સમાં કોઈ ખામી શોધવાનો છે.

 

Twitterના સોફ્ટવેર એન્જિનિયરિંગના ડિરેક્ટર રૂમ્મન ચૌધરીએ જણાવ્યું હતું કે મે મહિનામાં અમે અમારા અલ્ગોરિધમ્સ (જેને અમારી ઈમેજ ક્રોપિંગ એલ્ગોરિધમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) જાહેર કર્યા હતા, જેથી અમે કોઈપણ ખામીને ઓળખી શકીએ અને અમે અમારા કામને આગલા સ્તર પર લઈ જવા માંગીએ છીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યાઓને ઓછી કરવાનો છે. ટ્વીટરે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે, તમે ટ્વીટર યૂઝર્સથી લઈને ગ્રાહકો અથવા સ્વંય ટ્વીટર સુધી કોઈને પણ પ્રભાવિત કરવાવાળા નુકસાનને સામે લાવો. આ બગ કાઉન્ટીના વિનર્સના નામ 8 ઓગસ્ટના રોજ ટ્વીટર દ્વારા આયોજીત એક વર્ક શોપમાં જાહેર કરવામાં આવશે. જીતનાર ટીમને HackerOneની તરફથી કેશ પ્રાઈઝ આપવામાં આવશે. જે કંઈક આ પ્રકારે હશે.

 

પ્રથમ વિજેતાને 3,500 ડૉલર
દ્રિતીય વિજેતાને 1,000 ડૉલર
તૃતીય વિજેતાને 500 ડૉલર
મોસ્ટ ઇનોવેટિવ વિજેતાને 1,000 ડૉલર
મોસ્ટ જનરલાઇઝ વિજેતાને 1,000 ડૉલર

 

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે 6 ઓગસ્ટ, 2021 સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે.

 

આ પણ વાંચો – Gujarat Top News:રાજ્યમાં ભાજપના નવા સંગઠન મહામંત્રી કે,વેક્સિનેશને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

 

આ પણ વાંચો – Olympic Medalist: લવલીનાને આસામ સરકાર વિશેષ ભેટ આપશે, ગ્રામજનો લાડલી લવલીનાની જોઈ રહ્યા છે રાહ

Next Article