Twitter ના નવા CEO Parag Agrawal લાંબી રજા પર જવાની તૈયારી કરી રહ્યા છે. તેમને ટ્વીટરના સીઇઓ બન્યાને હજી થોડો જ સમય થયો છે. The Washington Postની એક રિપોર્ટ પ્રમાણે પરાગ અગ્રવાલ થોડા દિવસો માટે પેટરનીટી લીવ પર જઇ રહ્યા છે. પરાગ અગ્રવાલ ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. ટ્વીટરની પોલીસી પ્રમાણે તેઓ પોતાના કર્મચારીઓને 20 અઠવાડિયાની પેરેન્ટલ લીવ આપે છે, પરંતુ પરાગ ઓછા દિવસની રજા લેશે.
ભારતીય મૂળના પરાગ અગ્રવાલ કંપનીના ઇન્ટરનલ ગ્રૃપ Twitter Parents ના પણ એક્ઝીક્યૂટિવ છે. તેમના આ નિર્ણયનું કર્મચારીઓએ સ્વાગત કર્યુ છે. Twitter Parents ગ્રૃપે ટ્વીટ કરીને કહ્યુ કે એવી કંપનીમાં કામ કરવું કેટલી સારી વાત છે જ્યાં એક્ઝીક્યૂટિવ ઉદાહરણ બને છે અને બધા કર્મચારીઓને આપવામાં આવતી પેરેન્ટલ લીવ લે છે.
ટ્વીટરના સંસ્થાપક જૈક ડોર્સીએ 29 નવેમ્બરે સીઇઓ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ કંપનીએ તેમની જવાબદારી નિભાવવા માટે પરાગ અગ્રવાલની પસંદગી કરી હતી. અગ્રવાલ સીઇઓ બન્યા પહેલા ટ્વીટરમાં જ ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કાર્યરત હતા, જ્યાં તેઓ કંપનીની ટેક્નિકલ સ્ટ્રેટેજી તૈયાર કરતા હતા.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –