વોટ્સએપ (WhatsApp)યુઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. જો તમે WhatsApp યુઝર છો, તો તમે તેના મેસેજ ફોરવર્ડ ફીચરથી પરિચિત હશો. ટૂંક સમયમાં WhatsApp આ સુવિધાને મર્યાદિત કરી શકે છે, જેના કારણે તમે એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ નહીં કરી શકો. હાલમાં WhatsApp આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો એપ આ અપડેટ રિલીઝ કરે છે, તો ઘણા યુઝર્સ માટે WhatsApp મેસેજ ફોરવર્ડ કરવામાં મુશ્કેલી પડી શકે છે. વાસ્તવમાં, WhatsApp આ પગલાથી ‘ફેક ન્યૂઝ’ અથવા ‘ખોટી માહિતી’ના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વોટ્સએપે પહેલાથી જ મેસેજ ફોરવર્ડિંગ સંબંધિત ઘણા અપડેટ્સ જાહેર કર્યા છે, જેના પછી યુઝર્સ એક સમયે માત્ર 5 ચેટ્સ પર મેસેજ ફોરવર્ડ કરી શકશે. આ સાથે વોટ્સએપે મેસેજના સતત ફોરવર્ડિંગને પણ મર્યાદિત કરી દીધું છે. અગાઉ વોટ્સએપે ફોરવર્ડેડ મેસેજને લેબલ કરવાનું શરૂ કર્યું છે. એવું લાગે છે કે વોટ્સએપ આ ફીચરને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
WABetainfo અનુસાર, WhatsApp મેસેજ ફોરવર્ડિંગને માત્ર એક ગ્રુપ ચેટ સુધી મર્યાદિત કરવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, જ્યારે કોઈ મેસેજને ફોરવર્ડ તરીકે લેબલ કરવામાં આવે છે, તો તેને એક સમયે એકથી વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરી શકાતો નથી. જો તમે એક કરતાં વધુ ગ્રૂપ ચેટમાં ફોરવર્ડ કરવા માંગતા હો, તો તમારે ફરીથી મેસેજ પસંદ કરવો પડશે અને તેને પાછો ફોરવર્ડ કરવો પડશે.
સરળ ભાષામાં સમજીએ તો, તમે એક જ મેસેજને એક સાથે અનેક ગ્રુપ અથવા ચેટ્સમાં ફોરવર્ડ કરી શકતા નથી. આ સિવાય WhatsApp પણ ઘણા નવા ફીચર્સ એડ કરવા જઈ રહ્યું છે. આ ફીચર્સની મદદથી યુઝરનો અનુભવ વધુ સારો થશે. તાજેતરના અહેવાલો અનુસાર, વોટ્સએપ પર ટૂંક સમયમાં પોલ ફીચર પણ ઉમેરવામાં આવશે, જેની મદદથી યુઝર્સ વોટ કરી શકશે. જો કે આ ફીચર ક્યારે લોન્ચ થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: Tech News: ટેક કંપનીઓ પર લાગી શકે છે કમાણીનો 10 ટકા દંડ, ઓનલાઈન છેતરપિંડી પર બ્રિટન બનાવી રહ્યું છે કાયદો