વોટ્સએપ (WhatsApp) પર લાંબા સમયથી સ્પામ (Spam) ફેલાવવાનો આરોપ લાગતો આવ્યો છે. વોટ્સએપે પણ તેને રોકવા માટે સમયાંતરે ઘણા પગલાં લીધા છે, પરંતુ બધા નિષ્ફળ ગયા. તેના પ્લેટફોર્મ પર સ્પામને રોકવા માટે વોટ્સએપે મેસેજ (WhatsApp Massage) ફોરવર્ડ કરવાનું પાંચ સુધી મર્યાદિત કર્યું છે અને હવે એવું જાણવા મળ્યું છે કે તે તેને એક વપરાશકર્તા સુધી મર્યાદિત કરી રહ્યું છે, એટલે કે, તમે માત્ર એક જ સંપર્ક અથવા ગ્રુપ સાથે ફોરવર્ડ કરેલા મેસેજને શેર કરી શકશો.
રિપોર્ટ અનુસાર, WhatsApp નવા ફીચરને iOS અને Android બંને પ્લેટફોર્મ પર એકસાથે ટેસ્ટ કરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે આનાથી સ્પામ બંધ થઈ જશે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, WhatsAppએ બીટા વર્ઝન પરના ગ્રુપ અથવા કોન્ટેક્ટ પર ફોરવર્ડ કરાયેલા મેસેજને સીમિત કર્યા છે. નવા ફીચરને એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.8.11 પર જોઈ શકાય છે.
અહીં નોંધનીય બાબત એ છે કે નવું અપડેટ ફક્ત ફોરવર્ડ કરેલા મેસેજ માટે જ આવી રહ્યું છે, એટલે કે જો તમારી પાસે કોઈ મેસેજ ફોરવર્ડ કરીને આવ્યો હોય તો તમે તેને એક જ ગ્રુપ કે કોન્ટેક્ટ પર મોકલી શકો છો, પરંતુ જો તમે જાતે મેસેજ કોઈને મોકલી રહ્યો છો તો તમે એકસાથે પાંચ કોન્ટેક્ટને મોકલી શકો છો.
વોટ્સએપે હાલમાં જ વધુ એક નવા અપડેટ વિશે માહિતી આપી છે. વોટ્સએપના નવા અપડેટથી વોઈસ મેસેજનું રેકોર્ડિંગ થોભાવી અને ફરી શરૂ કરી શકાશે. આ સિવાય યુઝર્સને વોઈસ મેસેજની સાથે વિઝ્યુઅલ વેવફોર્મ પણ જોવા મળશે.
આ સિવાય ચેટ પ્લેબેકનું ફીચર પણ મળશે એટલે કે તમે ચેટમાંથી બહાર આવ્યા પછી પણ વોઈસ મેસેજ સાંભળી શકશો અને આ સૌથી મોટું અપડેટ છે. અત્યાર સુધી, ચેટમાંથી બહાર આવતાં જ વૉઇસ મેસેજ વગાડવાનું બંધ થઈ જતું હતું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વોઈસ મેસેજ સાંભળતા સમયે અન્ય કોઈ કામ પણ કરી શકો છો.
આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ચિંતાજનક સ્તરે પહોંચ્યા ઇંધણના ભાવ, 15 દિવસમાં 9.20 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
આ પણ વાંચો: બાસમતી ચોખાની નિકાસ પર ઉભા થયેલા મોટા સંકટનો કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ઉકેલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-