‘મિસાઇલ મેન’ને અનોખી શ્રદ્ધાંજલી, ભારતીય રેલવેએ સ્ક્રેપમાંથી બનાવી Dr. APJ Abdul Kalam ની પ્રતિમા

|

Jul 26, 2021 | 6:37 PM

ડૉ. કલામની આ પ્રતિમાનું વજન 800 કિલોગ્રામ છે અને તેની ઉંચાઇ 7.8 ફૂટ છે. તેમા જે સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં નટ-બોલ્ટ. વાયર, સાબુના કન્ટેનર અને સ્પોન્જના ટુકડાઓનો ઉપયોગ થયો છે.

મિસાઇલ મેનને અનોખી શ્રદ્ધાંજલી, ભારતીય રેલવેએ સ્ક્રેપમાંથી બનાવી Dr. APJ Abdul Kalam ની પ્રતિમા
Karnataka Coaching Depot Pays Tribute to APJ Abdul Kalam

Follow us on

ભારતીય રેલવેએ પૂર્વ રાષ્ટ્રપતિને એક અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી છે. રેલવે એ ડૉ. એપીજે અબ્દુલ કલામની (Dr. APJ Abdul Kalam) યાદમાં બેંગલુરુના યશવંતપુર રેલવે સ્ટેશન (Yesvantpur railway station) પર તેમની એક સુંદર પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમાને (Statue) રેલવેના એન્જીનિયર્સે દોઢ મહિનામાં બનાવીને તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે એવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ થયો છે જે રેલવે વિભાગ માટે હવે નકામી થઇ ગઇ હતી. આજ કારણ છે કે આ મૂર્તી દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સૌ કોઇ જાણે છે કે ડો. એપીજે અબ્દુલ કલામને પર્યાવરણ પ્રત્યે કેટલો પ્રેમ હતો માટે સ્ક્રેપમાંથી તેમની મૂર્તી બનાવીને રેલવે વિભાગે તેમને સુંદર ટ્રીબ્યુટ આપ્યુ છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રેલવેએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને કર્નાટકના યશંવરપુર રેલવે સ્ટેશન પર ખૂબ જ રચનાત્મક રીતે સન્માન આપવાનું કામ કર્યુ છે. ગોલ્ડન કલાકૃતિ વાળી ડૉ. કલામની આ પ્રતિમા રેલવે સ્ટેશન પર ટ્રેકની વચ્ચે ખાલી જગ્યામાં સ્થાપિત કરવામાં આવી છે.

 

 

 

ડૉ. કલામની આ પ્રતિમાનું વજન 800 કિલોગ્રામ છે અને તેની ઉંચાઇ 7.8 ફૂટ છે. તેમા જે સ્ક્રેપનો (scrap materials) ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં નટ-બોલ્ટ. વાયર, સાબુના કન્ટેનર અને સ્પોન્જના ટુકડાઓનો ઉપયોગ થયો છે. આ મૂર્તી તૈયાર કરનાર મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ઇજનેરોએ માટીનું એક મોડલ તૈયાર કર્યુ હતુ અને એક પ્લાસ્ટર ઓફ પેરિસનું મોલ્ડ બનાવવામાં આવ્યુ હતુ જેના ઉપયોગથી તેમણે ઘાતુ અને બોલ્ટને પ્રતિમાના સ્વરૂપમાં ગોઠવ્યુ

 

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે યશવંતપુર કોચિંગ ડિપો પહેલા પણ પોતાની કારીગરી બતાવી ચૂક્યુ છે. આ ટીમે પહેલા સ્વામી વિવેકાનંદની મૂર્તીથી લઇને મેક ઇન ઇન્ડિયાનું 3ડી મોડલ પણ તૈયાર કર્યુ છે.

 

આ પણ વાંચો Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

આ પણ વાંચો – NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

Next Article