ધરતી પરની છેલ્લી સેલ્ફી! AIએ જાહેર કર્યા ફોટો, ડરી ગઈ આખી દુનિયા

|

Jul 31, 2022 | 9:56 PM

last selfie on earth : ધરતીની છેલ્લી સેલ્ફી કેવી હશે ? આ વિચિત્ર સવાલનો જવાબ આ વાયરલ થયેલા ફોટોઝમાંથી મળી રહ્યા છે. આ ફોટોઝ AI DALL-E 2 દ્વારા બનાવવામાં આવ્યા છે.

ધરતી પરની છેલ્લી સેલ્ફી! AIએ જાહેર કર્યા ફોટો, ડરી ગઈ આખી દુનિયા
The last selfie on earth
Image Credit source: Twitter

Follow us on

દુનિયાના અંત વિશે ઘણી વાતો થાય છે. આપણે ઘણી બધી દેશી-વિદેશી ફિલ્મોમાં ધરતી તબાહીના સીન જોયા છે પણ ખરેખર ધરતીનો અંત કેવો હશે? આ અંત કેવી રીતે થશે? આ અંતને કારણે ધરતી પર કોઈ મનુષ્ય બચશે? આ બધા સવાલોના જવાબ કદાચ સમય જતા મળી જશે પણ હાલમાં ધરતી પરની છેલ્લી સેલ્ફી કેવી હશે, તે જાણવા મળ્યુ છે. સેલ્ફીનો (selfie) ક્રેઝ દુનિયામાં યુવાનોથી લઈને ઘરડા સુધી તમામને હોય છે. લોકોને સેલ્ફીનો એવો રંગ લાગ્યો છે કે દુ:ખના પ્રસંગોમાં પણ લોકો સેલ્ફી લેતા હોય છે. કેટલીક ખતરનાક જગ્યાઓ પરથી સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે પણ જ્યારે દુનિયાના તમામ જીવોનો અંત નજીક હશે, ત્યારે છેલ્લી સેલ્ફી (last selfie on earth) કેવી હશે ? તેનો જવાબ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આપ્યો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI )નો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. એક AI DALL-E 2નો ઉપયોગ ઈમેજ જનરેટર માટે કરવામાં આવે છે. જ્યારે AIને ધરતી પરની છેલ્લી સેલ્ફી વિશે જણાવવા કહેવામાં આવ્યુ તો તેના ચોંકાવનારા પરિણામ જાણવા મળ્યા. આના પરિણામમાં AI ઘણી ઈમેજ જનરેટ કરીને આપી. આ તમામ ઈમેજને Robot Overloards નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યા હતા. જે ખુબ વાયરલ થયા હતા.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

આવી હોય શકે છે ધરતી પરની છેલ્લી સેલ્ફી

 

આ ફોટોઝમાં લોકોના ભયાનક ચહેરા દેખાઈ રહ્યા છે અને ધરતી પર ચારે તરફ તબાહી દેખાય રહી છે. આ તમામ ફોટો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. DALL-E આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમે યુઝરના ટેક્સટ ડિસ્કિપ્શન ઈનપુટ્સના આધારે યૂનિક ઈમેજ જનરેટ કરીને આપી હતી.

આ AI સિસ્ટમે 12-બિલિયન પેરામીટર વર્ઝન GPT-3નો ઉપયોગ કર્યો હતો. તે એક ઓટોગ્રેસિવ ભાષા મોડેલ છે, ડીપ લર્નિગનો ઉપયોગ કરી યુઝરે કહેલી વાતને જનરેટ કરવામાં આવે છે. જ્યારે એન્જિનિયરોએ OpenAI ના GPT-3 મોડલનો ઉપયોગ કરીને DALL-E બનાવ્યું હતું. આ સાથે, તે ટેક્સ્ટ ઇનપુટના આધારે ઇમેજ જનરેટ કરે છે.

Next Article