સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ (WhatsApp)અને ટેલિગ્રામ (Telegram) જેવી સોશિયલ મીડિયા એપ્સ (Social Media Apps) પર કોઈપણ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો શેર ન કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે નવી કમ્યૂનિકેશન ગાઈડલાઈન્સ (New Communication Guidelines) પણ જાહેર કરી છે. આમાં તમામ સરકારી કર્મચારીઓ (Government Employees)ને વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય માહિતી શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
તેની પાછળનું કારણ એ છે કે આ એપ્સના સર્વર વિશ્વભરની ખાનગી કંપનીઓ પાસે છે અને ભારત વિરોધી શક્તિઓ માહિતીનો દુરુપયોગ કરી શકે છે. માર્ગદર્શિકા અનુસાર, ઘરેથી કામ દરમિયાન, કર્મચારીઓને ફક્ત ઓફિસ એપ્લિકેશન દ્વારા જ જોડવામાં આવે. આ ઓર્ડર Amazon Alexa, Apple HomePod, Google Meet અને Zoom જેવી એપને પણ લાગુ પડે છે.
વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પરનો આદેશ વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. કેન્દ્રએ વર્ગીકૃત માહિતી લીક થતાં ટાળવા માટે નેશનલ કોમ્યૂનિકેશન ધોરણો અને સરકારી નિર્દેશોના વારંવાર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલી નવી કોમ્યૂનિકેશન માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ મંત્રાલયોને આવા ઉલ્લંઘનોને રોકવા માટે “તાત્કાલિક પગલાં” લેવા અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ ઘરેથી કામ (Work From Home)દરમિયાન તેમના હોમ સેટઅપમાંથી સંવેદનશીલ માહિતી અથવા દસ્તાવેજો મોકલવાનું ટાળવું જોઈએ. વધુમાં, હોમ સિસ્ટમ માત્ર નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક દ્વારા ઓફિસ નેટવર્ક સાથે જોડાયેલ હોવી જોઈએ.
નવી માર્ગદર્શિકા અનુસાર, તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ મીટિંગ દરમિયાન જ્યારે ગોપનીય અથવા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે ત્યારે સ્માર્ટ વોચ અથવા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે.
આ પણ વાંચો: Viral: વાયરલ ફોટોમાં કેટલા હાથી છે તેનો નથી ઉકેલાતો ભેદ, ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ છે કન્ફ્યૂઝ
આ પણ વાંચો: જીભ પર વાળ કેમ ઉગ્યા અને તેનો રંગ કેમ બદલાઈ ગયો, અમેરિકી મહિલાએ જણાવી પોતાની આપવીતી