Whatsapp પર બદલી જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યા છે આ નવા ફીચર

|

Jan 25, 2021 | 6:52 PM

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ (WHATSAPP) તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોને નવી-નવી સુવિધાઓ આપતા રહે છે.

Whatsapp પર બદલી જશે ચેટિંગનો અંદાજ, આવી રહ્યા છે આ નવા ફીચર

Follow us on

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ (WHATSAPP) તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોને નવી-નવી સુવિધાઓ આપતા રહે છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે, રીડ લેટર (READ LATER) અને મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ (MULTI DEVICE SUPPORT) ફીચર WHATSAPP પર જલ્દી જ આવશે. પરંતુ હાલમાં જ WHATSAPP પર સ્ટીકર શોર્ટકટ (STICKER SHORTCUT) નામના એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે.

શું છે નવા સ્ટીકર શોર્ટકટ ફીચર
સ્ટીકરો દ્વારા યુઝર્સઓ તેમના શબ્દો સારી રીતે કહી શકે છે સાથે જ સ્ટીકરથી તેમની લાગણીઓને વ્યક્ત કરી શકે છે. નવી સુવિધાનું કામ તમારા માટે યોગ્ય સ્ટીકર શોધવાનું સરળ બનાવવાનું છે. આ ફીચર તમારા ચેટ બારમાં દેખાશે. જ્યારે પણ તમે ઇમોજી અથવા વિશેષ શબ્દ લખો છો, ત્યારે ચેટ બારમાં વિવિધ પ્રકારનાં આઇકોન દેખાશે. આનો અર્થ એ કે તે શબ્દ અથવા ઇમોજી સાથે જોડાયેલ સ્ટીકર પણ ઉપલબ્ધ છે.

જો તમને તે સ્ટીકર જોવું હોય તો તમારે કીબોર્ડ આયકન પર ટેપ કરવું પડશે. જેનાથી સ્ટીકરને જોવા મળશે. અહીંથી તમે તેનો ઉપયોગ પણ કરી શકશો. એટલે કે, સ્ટીકર ફીચર પર જઈને શબ્દ ટાઈપ કરવાથી શોધવાની મહેનત બચી જાય છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે થોડા દીવસ બાદ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

નવું એનિમેટેડ સ્ટીકર પેક
સ્ટીકર શોર્ટકટ ફીચર પર કામ કરવા સિવાય વોટસએપ તેની એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન્સ માટે એક નવું એનિમેટેડ સ્ટીકર પેક બહાર પાડ્યું છે. નવા પેકનું નામ Sumikkogurashi છે. જેની સાઈઝ ક2.4MB છે. WHATSAPP વેબ યુઝર્સ પણ આ પેકનો ઉપયોગ કરી શકશે. આ પેકનો ઉપયોગ કરવા માટે યુઝર્સએ તેને સ્ટીકર સ્ટોરથી ડાઉનલોડ કરવું પડશે.

Next Article