Technology: આ સરળ ટિપ્સથી તમે પણ જાણી શકો છો કે તમારો ફોન હેક થયો છે કે નહીં ?

|

Jul 21, 2021 | 9:27 PM

જો ફોનને કોઈ હેક કરે છે તો તમારા પર્સનલ ડેટાના (Private Data) ઉપયોગથી તે તમને બ્લેક મેઈલ કરી શકે છે અથવા તો તમારા બેન્ક એકાઉન્ટને (Bank Account) ખાલી કરી શકે છે

Technology: આ સરળ ટિપ્સથી તમે પણ જાણી શકો છો કે તમારો ફોન હેક થયો છે કે નહીં ?
File Image

Follow us on

પેગાસસ (Pegasus) સ્પાઈવેરને લઈને પબ્લીશ થયેલા આર્ટીકલ બાદ ચારે તરફ હેકિંગને લઈને ચર્ચા શરૂ થઈ થઈ ગઈ છે. ઈન્ટરનેટના યુગમાં દરેક વસ્તુ ઓનલાઈન થઈ શકે છે. લોકો પોતાની મહત્વની માહિતી પણ ફોનમાં સેવ કરે છે. ઈન્ટરનેટ બેન્કિંગથી લઈને ઈમેઈલ, સોશિયલ મીડિયા અને પર્સનલ ફોટોઝ લોકો ફોનમાં રાખે છે.

 

તેવામાં જો ફોનને કોઈ હેક કરે છે તો તમારા પર્સનલ ડેટાના (Private Data) ઉપયોગથી તે તમને બ્લેક મેઈલ કરી શકે છે અથવા તો તમારા બેન્ક એકાઉન્ટને (Bank Account) ખાલી કરી શકે છે તેવામાં કેટલીક સામાન્ય વાતો પર ધ્યાન રાખીને તમે તમારા ફોનને હેક (Hacking) થવાથી બચાવી શકો છો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

જો નીચે પ્રમાણેની કોઈ પણ વાતને તમે નોટિસ કરો છો તો બની શકે છે કે તમારો ફોન હેક થઈ ચૂક્યો છે

  •  જો તમારા ફોનમાં ડેટા પેક જલ્દીથી સમાપ્ત થઈ જાય છે તો બની શકે છે કે તમારો ફોન હેક થયો હોય કારણે કે તમારા ફોનને હેક કરીને રિમોટ પર લઈને વાપરવા માટે ડેટા પેકનો ઉપયોગ થાય છે.

 

  • જો ઉપયોગ થયા વગર જ તમારા ફોનની બેટરી ઉતરી જાય છે તો શક્યતા છે કે તમારા ફોનને કોઈએ હેક કર્યો છે અને તે તમારા ફોનનો ઉપયોગ કરે છે. આની પાછળ એક કારણ એ પણ હોય શકે છે કે તમારા ફોનની બેટરી ખરાબ થઈ ગઈ હોય.

 

  •  જો તમે તમારા ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા અને તે સાઈડ પર પડ્યો છે, પરંતુ જો અચાનક જ તેના સ્ક્રિનની લાઈટ ચાલુ થઈ જાય છે તો સમજો કે તમારો ફોન કોઈએ હેક કર્યો છે.

 

  • તમારા ફોનમાં કોઈ અજાણી એપ્લિકેશન જોવા મળે જેને તમે ડાઉનલોડ નથી કરી તો સમજી લો કે તમારા ફોનના ડેટા પર જોખમ છે.

 

તમે તમારા ફોનને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને હેક થવાથી બચાવી શકો છો

 

  • કોઈ પણ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની સંપૂર્ણ પણે ખાતરી  કરી લો કે તે એપ જેન્યુન છે કે નહીં.

 

  • કોઈ પણ એપને ઈન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરતી વખતે તે કેટલીક પરમીશન માંગે છે તે આપતા પહેલા જાણી લો કે જે તે એપ્લિકેશન ઓથેન્ટિક છે કે નહીં.

 

  • જે ફોનમાંથી પોર્ન કન્ટેન્ટ સર્ચ થતુ હોય તે ફોન હેક થવાની શક્યતા વધી જાય છે, કારણે કે હેકર્સ મોટેભાગે ત્યાંથી જ પોતાના શિકાર શોધતા હોય છે.

 

  • કોઈ પણ અજાણી વેબસાઈટ અને તેના પર બતાવવામાં આવતી એડ પર ક્લિક કરવુ નહીં.

 

આ પણ વાંચો – Maharashtra: BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું

 

 

આ પણ વાંચો – SBI Clerk 2021 Exam: એસબીઆઈ ક્લાર્ક મેઇનની પરીક્ષા મુલતવી, ટૂંક સમયમાં આવી શકે પ્રીલિમ્સનું પરિણામ

Next Article