Tech Tips: ફોન પર થોડી જ મિનિટોમાં બનાવો આકર્ષક બાયોડેટા, નોકરી મેળવવી બનશે સરળ

|

Aug 16, 2023 | 4:17 PM

સામાન્ય રીતે લોકો લેપટોપ કે કોમ્પ્યુટર પર બાયોડેટા બનાવે છે. જો સમય ઓછો હોય તો ફોનનો ઉપયોગ રિઝ્યુમ બનાવવા માટે કરી શકાય છે. તમને લાગતું હોય કે ફોન પર રિઝ્યૂમ બનાવવું મુશ્કેલ છે, તો તો ચિંતા ન કરો. ઓનલાઈન ઘણા ટૂલ્સ છે જે તમને રિઝ્યુમ બનાવવામાં મદદ કરે છે.

Tech Tips: ફોન પર થોડી જ મિનિટોમાં બનાવો આકર્ષક બાયોડેટા, નોકરી મેળવવી બનશે સરળ
Tech Tips
Image Credit source: freepik

Follow us on

જો તમારે નોકરી (Jobs) જોઈતી હોય તો તમારી પાસે એક સારો રિઝ્યુમ (Jobs Resume) હોવો જોઈએ. રિઝ્યુમ નોકરી મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એવી વસ્તુ છે જે તમને અન્ય ઉમેદવારોથી અલગ બનાવે છે. ઘણી વખત આપણી પાસે પૂરતો સમય નથી હોતો કે તે ઝડપથી સારો રિઝ્યૂમ તૈયાર કરી શકીએ. અમે તમને એવી રીતો જણાવીશું જેના દ્વારા ઘરે બેસીને અથવા મેટ્રો કે બસમાં મુસાફરી કરતી વખતે ફોન પર એક શાનદાર રિઝ્યૂમ બનાવી શકો.

ફોનનો ઉપયોગ રિઝ્યુમ બનાવવા માટે કરી શકાય

સામાન્ય રીતે લોકો લેપટોપ કે કોમ્પ્યુટર પર બાયોડેટા બનાવે છે. જો સમય ઓછો હોય તો ફોનનો ઉપયોગ રિઝ્યુમ બનાવવા માટે કરી શકાય છે. જો તમને લાગતું હોય કે ફોન પર રિઝ્યૂમ બનાવવું મુશ્કેલ છે, તો તો ચિંતા ન કરો. ઓનલાઈન ઘણા ટૂલ્સ છે જે તમને ફોન પર રિઝ્યુમ બનાવવામાં મદદ કરે છે.

મોબાઇલ ફ્રેન્ડલી રિઝ્યૂમ મેકર વેબસાઇટ

તમારો બાયોડેટાથી તમારા વ્યક્તિત્વની ખબર પડે છે. જો તમે એમ્પ્લોયરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોય તો રિઝ્યૂમ કઈક અલગ હોવો જોઈએ. ઉતાવળમાં આ કરવું મુશ્કેલ બની શકે છે. ઈન્ટરનેટ પર આવી ઘણી વેબસાઇટ્સ છે જે તમારું કામ સારી રીતે કરી શકે છે. મોબાઇલ પર આ વેબસાઇટ્સ પર રિઝ્યુમ બનાવવું સરળ છે. આ વેબસાઇટ્સ રિઝ્યૂમના સેમ્પલ પ્રદાન કરે છે. તમે તેના દ્વારા તમારો રિઝ્યૂમ આકર્ષક બનાવી શકો છો. કેટલીક વેબસાઈટના નામ અહીં આપવામાં આવ્યા છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
  • Resume.com
  • Resumegenius
  • Zety
  • Wozber
  • Wozber

રિઝ્યૂમ મેકર મોબાઇલ એપ્લિકેશન્સ

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર રિઝ્યુમ બનાવવા માટે ઘણી એપ્સ જોવા મળશે. તેના દ્વારા, તમે સારો બાયોડેટા તૈયાર કરી શકો છો. અહીં તમને એક કરતાં વધુ ટેમ્પલેટ મળશે, જે મિનિટોમાં રિઝ્યૂમ બનાવશે.

  • Canva
  • CV Engineer
  • Resumaker

આ પણ વાંચો : Bank FD Fraud: બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ પર થઈ રહી છે છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન, જુઓ Video

જો તમારી પાસે વેબસાઈટ કે એપની મદદથી રિઝ્યુમ બનાવવાનો સમય નથી, તો ટેન્શન ન લેશો. અમે તમને તેનો પણ ઉકેલ જણાવી રહ્યા છીએ. જોબ પ્લેટફોર્મ પર તમે બનાવેલ પ્રોફાઇલને તમે રિઝ્યૂમ તરીકે ડાઉનલોડ કરી શકો છો. કેટલાક પ્લેટફોર્મ તમને પ્રોફાઇલ રિઝ્યૂમ તરીકે ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપે છે. પરંતુ તેના માટે તમારે પહેલાથી પ્રોફાઈલ તૈયાર કરવી પડશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:16 pm, Wed, 16 August 23

Next Article