Russia Ukraine War: ટેક ઈન્ડસ્ટ્રી પણ થશે પ્રભાવિત, મોંઘા થઈ શકે છે ટીવી, સ્માર્ટફોન જેવા ગેજેટ્સ

|

Feb 26, 2022 | 1:39 PM

રશિયા દ્વારા યુક્રેન પર સતત સાયબર હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈની અસર ટેક ઈન્ડસ્ટ્રી (Tech industry)પર પણ થવાની છે.

Russia Ukraine War: ટેક ઈન્ડસ્ટ્રી પણ થશે પ્રભાવિત, મોંઘા થઈ શકે છે ટીવી, સ્માર્ટફોન જેવા ગેજેટ્સ
Manufacturing (PC: PTI)

Follow us on

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લશ્કરી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Ukraine Russia War)ફાટી નીકળ્યું છે. બંને દેશો તરફથી એકબીજા પર સતત હુમલા થઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી લીધો છે અને આ દરમિયાન એવા અહેવાલ છે કે 10,000 થી વધુ પેરાટ્રૂપર્સ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું અપહરણ કરવાની યોજના બનાવી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત સાયબર હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈની અસર ટેક ઈન્ડસ્ટ્રી (Tech industry)પર પણ થવાની છે.

ચિપસેટના અભાવ પહેલાથી જ ઝઝૂમી રહી છે દુનિયા

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિપસેટની અછત જોવા મળી રહી છે. ચિપસેટના અભાવને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી કંપનીઓના ગેજેટ્સ મોંઘા થઈ ગયા છે. હવે યુક્રેન અને રશિયા વચ્ચેના આ યુદ્ધની અસર ચિપસેટ ઉદ્યોગને વધુ બરબાદ કરી શકે છે, ત્યારબાદ સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને ટીવી જેવા ગેજેટ્સ મોંઘા થઈ શકે છે. તેની અસર ઇલેક્ટ્રિક વાહનો પર પણ પડશે.

રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે યુએસ યુક્રેનમાંથી 90 ટકા સેમિકન્ડક્ટર ગ્રેડ નિયોન આયાત કરે છે. અમેરિકા પણ રશિયા પાસેથી 35 ટકા પેલેડિયમની આયાત કરે છે. બંને ગ્રેડ નિયોન અને પેલેડિયમ ચિપસેટ્સ અથવા સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુદ્ધના કારણે આ બંનેની સપ્લાય પ્રભાવિત થશે, ત્યારબાદ સેન્સરથી લઈને મેમરી સહિત અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ અટકી જશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ બાબત પર ટિપ્પણી કરતા અવનીત સિંહ મારવાહ, CEO, SPPL, ભારતમાં થોમસનના વિશિષ્ટ બ્રાન્ડ લાઇસન્સ ધારકએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “બંને દેશો વચ્ચેની અશાંતિ કાચા માલના ભાવ પર મોટી અસર કરી શકે છે જેના પરિણામે કાચા માલના ભાવમાં વધારો થશે. . આ સિવાય સપ્લાય અને લોજિસ્ટિક્સની સમસ્યાઓના કારણે ઉત્પાદન પણ પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: Viral: વરમાળાની વિધિ દરમિયાન વરરાજાનું મગજ ગયુ, કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘એમાં ડ્રોનનો શું વાંક’

આ પણ વાંચો: Tech News: શું છે ડેટા વાઈપર સાયબર અટેક જેનાથી યુક્રેનની વેબસાઈટ્સ થઈ ક્રેશ અને રશિયા પર લાગ્યો આરોપ

Next Article