જો તમે ગૂગલ પે (Google Pay) અથવા Paytm યુઝ કરો છો, તો તમારી પાસે આ બે એપ્સમાં ખુબ જ શાનદાર સુવિધા છે. Google Pay અને Paytmના આ નવા ફીચર્સ વિશે જાણવા માગો છો, તો આજની આ પોસ્ટમાં, અમે તમને Google Pay અને Paytm તરફથી આવેલા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. Google Pay અને Paytm એપ પર જે નવું ફીચર આવ્યું છે તે Tap To Pay ફીચર છે. જો તમે એટીએમ દ્વારા મોટાભાગની ચુકવણી કરો છો, તો આ સુવિધા તમને ઘણી મદદ કરશે. તો ચાલો જાણીએ કે, ટેપ ટુ પે (Tap To Pay) ફીચર્સ તમને ઓનલાઈન પેમેન્ટમાં કેવી રીતે મદદ કરી શકે છે અને તેનાથી તમને શું લાભ મળવાના છે.
જો તમે એટીએમ(ATM)થી પેમેન્ટ કરવા માંગો છો, તો આ માટે તમારી પાસે ફિઝિકલ એટીએમ હોવું જરૂરી છે. પરંતુ ફિઝિકલ એટીએમ હંમેશા સાથે રાખવું યોગ્ય નથી, કારણ કે એટીએમ આસપાસ ગુમ થઈ જવાનો ડર રહે છે અને ક્યારેક ખિસ્સામાં રાખેલ એટીએમ ખરાબ પણ થઈ જાય છે.
તેથી ATMની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલીક પેમેન્ટ કંપનીઓ જેમ કે Paytm અને Google Payએ Tap to Pay સુવિધા લાવી છે. આ સુવિધા દ્વારા, હવે વપરાશકર્તાઓ ATM કાર્ડને તેમના Paytm અને Google Pay એકાઉન્ટમાં લિંક કરીને રાખી શકે છે. અને તમારી સાથે ફિઝિકલ ATM રાખ્યા વિના, તમે ગમે ત્યાં મોબાઈલ દ્વારા Tap To Pay સુવિધાનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો.
Tap To Pay ફીચર દરેક મોબાઈલ પર કામ કરતું નથી, કારણ કે મોબાઈલમાં NFC સપોર્ટ હોવો જરૂરી છે. NFCનું આ ફીચર હાલમાં અમુક જ મોબાઈલમાં આપવામાં આવી રહ્યું છે. જો તમારે જાણવું હોય કે તમારો મોબાઈલ NFC સપોર્ટ છે કે નહીં. તો તમે તમારા મોબાઈલના સેટિંગમાં જઈને NFC ટાઈપ કરીને સર્ચ કરો. જો તમારો મોબાઈલ NFC ને સપોર્ટ કરશે તો તમારા મોબાઈલમાં NFC સંબંધિત સેટિંગ્સ આવશે. તો આ રીતે તમે જાણી શકશો કે તમારો મોબાઈલ NFC સપોર્ટ છે કે નહીં.
સૌ પ્રથમ Paytm એપ ઓપન કરો
નીચે સ્ક્રોલ કરો ત્યાં તમને Tap to Pay ઓપ્શન જોવા મળશે
સૌ પ્રથમ Google Pay એપ ઓપન કરો
જમણી બાજુ ઉપર ફોટો પર ક્લિક કરો
જેમાં બે ઓપ્શન ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હશે જેમાંથી એક પર ક્લિક કરો
ત્યાર બાદ નીચે એક એડ કાર્ડનું ઓપ્શન હશે તેના પર ટેપ કરી કાર્ડ એડ કરો
કાર્ડની વિગત ભરી સેવ કરો નીચે ટર્મ કન્ડીશન એક્સેપ્ટ કરો
કન્ટીન્યુ પર ક્લિક કરો હવે રજીસ્ટ્રર્ડ નંબર પર એક ઓટીપી આવશે
ઓટીપી સબમિટ કરતા કાર્ડ એડ થઈ જશે ત્યાર બાદ તમે કોઈ પણ મશીન પર Tap to Pay કરી શકશો.
આ પણ વાંચો: પુત્રવધુ દરરોજ ઝઘડો કરે તો સાસુ-સસરા તેને ઘરમાંથી બહાર કાઢી શકે છે, જાણો આ સ્થિતિમાં પુત્રવધુ શું કરી શકે ?
આ પણ વાંચો: Tech News: હવે નવું સિમ નહીં ખરીદી શકે આ કસ્ટમર્સ, જાણો સરકારના નવા નિયમ વિશે સંપૂર્ણ વિગત