
ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે એર કન્ડીશનર (AC) હવે મોજશોખ નહીં પણ જીવનની જરૂરિયાત બની ગયું છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે એસી ચાલુ હોવા છતાં જોઈએ તેવી ઠંડક મળતી નથી. આ પાછળનું મુખ્ય કારણ એસીમાં રહેલો ગેસ હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એસીમાં કયો ગેસ વપરાય છે અને તેને ફરીથી ભરાવવાનો ખર્ચ કેટલો થાય છે?
એસીમાં ઠંડક પેદા કરવા માટે રેફ્રિજન્ટ ગેસનો ઉપયોગ થાય છે. અગાઉના સમયમાં એસીમાં R-22 ગેસનો વ્યાપક ઉપયોગ થતો હતો, પરંતુ તે પર્યાવરણને નુકસાન પહોંચાડતો હોવાથી હવે તેનો વપરાશ ઘટી રહ્યો છે. હાલમાં નવી ટેકનોલોજીના એસીમાં R-32 અને R-410A જેવા ગેસ વાપરવામાં આવે છે. આ ગેસ પર્યાવરણ માટે સુરક્ષિત છે અને વીજળીની પણ બચત કરે છે.
એસીમાં રહેલો ગેસ ‘વેપર કમ્પ્રેશન સાયકલ’ દ્વારા કામ કરે છે. આ પ્રક્રિયામાં ગેસ પહેલા ગરમ થાય છે અને પછી પ્રવાહીમાં બદલાય છે. આ પ્રવાહી ફરીથી ગેસ બનીને ઓરડાની ગરમીને સોષી લે છે અને બદલામાં ઠંડી હવા ફેંકે છે.
એસીમાં ગેસ ભરાવવાનો ખર્ચ તમારા એસીના પ્રકાર અને ગેસની ક્વોલિટી પર નિર્ભર કરે છે:
જો એસીમાં લીકેજ હોય તો તેને રિપેર કરવાનો અને સર્વિસ ચાર્જ અલગથી લાગે છે.
મોટાભાગના લોકો માને છે કે દર વર્ષે ગેસ ભરાવવો પડે છે, પરંતુ આ એક ભ્રમ છે. જો એસીની સિસ્ટમમાં કોઈ લીકેજ ન હોય તો ગેસ વર્ષો સુધી ચાલે છે. જો તમારે વારંવાર ગેસ ભરાવવો પડતો હોય, તો તેનો અર્થ એ છે કે પાઈપમાં ક્યાંક કાણું છે. ગેસ ભરાવતા પહેલા આ લીકેજને ઠીક કરાવવું અત્યંત અનિવાર્ય છે.
એસીની ક્ષમતા જાળવી રાખવા માટે સમયસર સર્વિસ કરાવો અને ફિલ્ટર સાફ રાખો. જો તમે સાચવણી કરશો તો વીજળીનું બિલ ઓછું આવશે અને એસીની આવરદા પણ વધશે. આ ઉનાળે છેતરાયા વગર સાચા ગેસની પસંદગી કરી તમારા ઘરને ઠંડુંગાર બનાવો.