સ્માર્ટફોન યુઝર્સે આ ખરાબ આદતો તાત્કાલિક બદલવી જોઈએ નહીંતર મોબાઈલમાં રહેશે આ ખતરો!

ઘણીવાર એવું જોવા મળે છે કે યુઝર્સ તેમના સ્માર્ટફોનનો (Smartphone) બેદરકારીપૂર્વક ઉપયોગ કરે છે. આમ કરવાથી માત્ર સ્માર્ટફોનને જ નુકસાન નથી થતું, પરંતુ યુઝર્સને જાન-માલના નુકસાનનું જોખમ પણ રહે છે. તેનાથી બચવા માટે આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ.

સ્માર્ટફોન યુઝર્સે આ ખરાબ આદતો તાત્કાલિક બદલવી જોઈએ નહીંતર મોબાઈલમાં રહેશે આ ખતરો!
Smartphone (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 6:43 PM

સ્માર્ટફોન (Smartphone) એ આજે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ગેજેટ્સમાંથી (Gadgets) એક છે. તે આપણા જીવન સાથે એટલું જોડાયેલું છે કે તેના વિના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા સ્માર્ટફોનનું સંપૂર્ણપણે ધ્યાન (Smartphone Tips) રાખીએ. ઘણીવાર એવું જોવા મળે છે કે યુઝર્સ પોતાના સ્માર્ટફોનને ખૂબ જ બેદરકારીથી ચલાવે છે. તેઓ એ પણ જાણતા નથી કે તેઓ તેમના સ્માર્ટફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છે કે ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

તમે ફોનમાંથી ઈલેક્ટ્રિક શોક (Electric Shock) કે આગના સમાચાર પણ ઘણી વાર સાંભળ્યા હશે. દર વર્ષે આવી ઘટનાઓમાં અનેક લોકોના મોત થાય છે. એટલા માટે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેથી તમે સ્માર્ટફોનનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરી શકો.

એક્સ્ટેન્શન બોર્ડને ના કહો

જો તમને તમારા સ્માર્ટફોનને મલ્ટી પ્લગ એક્સ્ટેન્શન બોર્ડથી ચાર્જ કરવાની આદત છે તો તેને તરત જ છોડી દો. આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો એક્સ્ટેન્શન બોર્ડના કોઈપણ પ્લગ અથવા ઉપકરણમાં ખામી છે તો તે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. તે જ સમયે કેટલાક યુઝર્સ તેમના ફોનને ઓવરચાર્જ કરે છે. તે ગરમી વધારે છે અને આગનું જોખમ પણ વધારે છે.

આ પણ વાંચો

સર્વિસ સેન્ટરની લો નિયમિતપણે મુલાકાત

ફોન બ્રેકડાઉનના કિસ્સામાં રીપેરીંગ કાર્ય માટે જે-તે કંપનીના અધિકૃત સેવા કેન્દ્ર પર જાઓ. સ્થાનિક અથવા અનધિકૃત સ્ટોર પર રિપેર કરાવવાથી તમારા સ્માર્ટફોનમાં રહેલો વ્યક્તિગત ડેટા જોખમમાં આવી શકે છે. આ સિવાય તમારા ફોનમાં ખતરનાક અને અસુરક્ષિત એપ્સ પણ ઈન્સ્ટોલ થઈ શકે છે.

માત્ર કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો

તમારા ફોનને હંમેશા કંપની દ્વારા આપવામાં આવેલા ચાર્જરથી જ ચાર્જ કરો. લોકલ એડેપ્ટરનો બિલકુલ ઉપયોગ કરશો નહીં, કારણ કે તે મોબાઈલને અનેક પ્રકારના જોખમમાં મૂકે છે. જો તમારું ચાર્જર બગડી ગયું છે અથવા ખોવાઈ ગયું છે, તો કંપનીના જ આઉટલેટ પાસેથી નવું ચાર્જર ખરીદો.

સીધો સૂર્યપ્રકાશ ફોન પર આવવાથી ટાળો

તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશ હેઠળ પિલ્લો નીચે અથવા ગરમ જગ્યાએ ચાર્જ કરશો નહીં. આ સ્માર્ટફોનમાં ઓવરહિટીંગ થવાનું જોખમ બનાવે છે. જો ફોન વધુ ગરમ થવા લાગે તો તેમાં આગ પણ લાગી શકે છે. તેથી, તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશથી બચાવો અને ગરમ જગ્યાએ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો.

ફોન પર વજન ન નાખો

કોઈપણ સ્માર્ટફોન ભારે વજન અથવા વધુ દબાણનો સામનો કરી શકે તેટલો મજબૂત નથી. તેથી ફોનને તીક્ષ્ણ વસ્તુઓ, ભારે વસ્તુઓ અને દબાણથી દૂર રાખવો જોઈએ. જો તમારો સ્માર્ટફોન બેગમાં છે તો તે બેગમાં એવી કોઈ વસ્તુ ન નાખો જે તમારા ફોન માટે જોખમી બની શકે.

ફોનથી સુરક્ષિત અંતર રાખો

ઘણા યુઝર્સને તેમના શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાની આદત હોય છે. તે જ સમયે ઘણા યુઝર્સ સૂતી વખતે સ્માર્ટફોનને તેમની પાસે અથવા તેમના તકિયાની નીચે રાખે છે. પરંતુ આમ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કોઈપણ સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ઈયરફોન્સનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે ઈલેક્ટ્રિક શોકનું કારણ બની શકે છે. તેથી, તમામ સ્માર્ટફોન્સ યુઝર્સે આ આદતોથી દૂર રહેવું જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">