નમસ્કાર ફ્રોમ સ્પેસ.. ભારતનો શુભાંશુ શુક્લા 28 કલાકની મુસાફરી બાદ ISS પર પહોંચ્યા, જુઓ Video

અક્ષમ મિશન 4 ના ભાગરૂપે, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યા છે. લગભગ 28 કલાકની મુસાફરી બાદ તેઓ ISS પર પહોંચ્યા.

નમસ્કાર ફ્રોમ સ્પેસ.. ભારતનો શુભાંશુ શુક્લા 28 કલાકની મુસાફરી બાદ ISS પર પહોંચ્યા, જુઓ Video
| Updated on: Jun 26, 2025 | 9:31 PM

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત ચારેય અવકાશયાત્રીઓ આજે, એટલે કે, 26 જૂનના રોજ સાંજે 4:00 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા. તેઓ લગભગ 28 કલાકની મુસાફરી પછી ISS પર પહોંચ્યા છે. શુભાંશુ ISS પર જનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય છે.

41 વર્ષ પહેલાં, રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનથી અવકાશમાં મુસાફરી કરી હતી. અગાઉ, મિશન ક્રૂએ અવકાશયાન સાથે લાઈવ વાતચીત કરી હતી. તેમણે પોતાની સાથે લીધેલા નાનકડા હંસની પ્રતિકૃતિ બતાવતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં હંસ શાણપણનું પ્રતિક છે..

એક્સિયમ મિશન 4 હેઠળ, બધા અવકાશયાત્રીઓ 25 જૂનના રોજ બપોરે 12 વાગ્યે ISS માટે રવાના થયા હતા. ટેકનિકલ ખામીઓ અને હવામાન સમસ્યાઓને કારણે આ મિશન 6 વખત મુલતવી રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન શુભાંશુએ કહ્યું- નમસ્કાર ફ્રોમ સ્પેસ! હું મારા સાથી અવકાશયાત્રીઓ સાથે અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ એક અદ્ભુત યાત્રા છે. તેમણે કહ્યું, “જ્યારે અમને વેક્યૂમમાં લોન્ચ કરવામાં આવ્યા, ત્યારે મને બહુ સારું લાગતું ન હતું, મેં ઘણી ઊંઘ લીધી છે. એક બાળકની જેમ શીખી રહ્યો છું… અવકાશમાં કેવી રીતે ચાલવું અને ખાવું.”.

શુભાંશુના માતા-પિતા આશા શુક્લા અને શંભુ દયાળ શુક્લા લખનઉમાં હતા. તેમણે પણ ટીવી પર મિશનનું લાઈવ નિહાળ્યું…દિકરાની સિદ્ધિ પર ગર્વ અનુભવતા તેમણે કહ્યું કે આ દિવસની અમે ક્યારની રાહ જોતાં હતા..

Axiom-4 Mission : અવકાશમાં જતા પહેલા શુભાંશુ શુક્લાએ પોતાની પત્ની માટે લખ્યો હતો આવો ઈમોશનલ મેસેજ, વાંચવા માટે અહીં ક્લિક કરો..