રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની (Reliance Industries) વાર્ષિક મીટિંગ દર વર્ષે યોજાય છે અને આ વર્ષે 46મી RIL AGM 2023 મીટિંગ 28 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) આ વર્ષે Jio 5G ના ભવિષ્ય વિશે વાત કરી શકે છે. એટલું જ નહીં, આ વર્ષની ઇવેન્ટ ઘણી રીતે ખાસ હશે કારણ કે આ વર્ષે 5Gને લઈને ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે.
મુકેશ અંબાણીની 5G સેવા ધીમે ધીમે દેશભરમાં શરૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વપરાશકર્તાઓ મફતમાં અમર્યાદિત ડેટાનો આનંદ માણી રહ્યા છે, પરંતુ હવે આ વર્ષની વાર્ષિક બેઠકમાં Jio 5G પ્રીપેડ પ્લાનને લઈને મોટી જાહેરાત થવાની અપેક્ષા છે. કંપની 2024 સુધીમાં Jioની 5G સેવાને દેશના ખૂણે-ખૂણે લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. અત્યાર સુધી કંપની ફક્ત Jio ના 4G પ્લાનની કિંમત પર 5G સ્પીડ પર ડેટા ઓફર કરી રહી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 5G પ્લાનની કિંમતો અંગે જાહેરાત કરવામાં આવે.
સરકારે પહેલેથી જ સંકેત આપ્યો છે કે 5G ટેરિફ પ્લાન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું છે કે એક સમય હતો જ્યારે 1 જીબીની કિંમત 300 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી પરંતુ હવે પ્રતિ જીબીની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ ગઈ છે.
માત્ર Jio 5G પ્લાનને લઈને કોઈ જાહેરાત થઈ શકે છે, પરંતુ લાંબા સમયથી એવી ચર્ચા પણ થઈ રહી છે કે રિલાયન્સ ગ્રાહકો માટે સસ્તા 5G ફોન લાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે વાર્ષિક મીટિંગમાં 5G ફોનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : KBC Fraud: તમે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે ! જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી
એરટેલને ટક્કર આપવા માટે પણ રિલાયન્સે વ્યવસ્થા કરી છે. એરટેલ એરફાઈબરને ટક્કર આપવા માટે કંપની Jio Airfiber લાવવા જઈ રહી છે. વાર્ષિક બેઠકમાં એરફાઈબરના રોડમેપ અંગે ચર્ચા થઈ શકે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો