Tech Tips: યાદ કરી લો આ ચાર ડિજિટનો કોડ, ઈન્ટરનેટ કે સ્માર્ટફોનની નહીં રહે જરૂર, ફટાફટ થશે પૈસા ટ્રાન્સફર

RBI ગવર્નર શશિકાંત દાસે નવું UPI (Unique Payments Interface)લોન્ચ કર્યું, જે ખાસ ફીચર ફોન્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. જો કે, NPCI પહેલેથી જ એક સમાન સુવિધા પ્રોવાઈડ કરે છે, જેની મદદથી વપરાશકર્તાઓ ઇન્ટરનેટ વિના ડિજિટલ ચૂકવણી કરી શકે છે.

Tech Tips: યાદ કરી લો આ ચાર ડિજિટનો કોડ, ઈન્ટરનેટ કે સ્માર્ટફોનની નહીં રહે જરૂર, ફટાફટ થશે પૈસા ટ્રાન્સફર
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Mar 15, 2022 | 12:48 PM

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, ભારતીય રિઝર્વ બેંકે (RBI)એ UPI123 સેવા શરૂ કરી છે. RBI ગવર્નર શશિકાંત દાસે નવું UPI (Unique Payments Interface)લોન્ચ કર્યું, જે ખાસ ફીચર ફોન્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. જો કે, NPCI પહેલેથી જ એક સમાન સુવિધા પ્રોવાઈડ કરે છે, જેની મદદથી વપરાશકર્તાઓ ઇન્ટરનેટ વિના ડિજિટલ ચૂકવણી કરી શકે છે. અમે NPCI ની USSD આધારિત મોબાઈલ બેંકિંગ સેવા વિશે વાત કરી રહ્યા છીએ, જે નવેમ્બર 2012 માં શરૂ કરવામાં આવી હતી.

જો કે, આ સેવાની પહોંચ મર્યાદિત છે. આ USSD આધારિત ફીચરની મદદથી યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ UPI નો ઉપયોગ કરી શકે છે. ખરેખર, જ્યારે NPCIએ *99# સેવા શરૂ કરી, તે સમયે ફીચર ફોનની સંખ્યા ઘણી વધારે હતી. આ સેવાનો ઉપયોગ સ્માર્ટફોન અને ફીચર ફોન બંને પર થઈ શકે છે. જો કે, આ માટે કેટલીક બાબતો જરૂરી છે. વપરાશકર્તાનો ફોન નંબર તેના બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. આ સુવિધાનો ઉપયોગ ફક્ત MTNL અને BSNL વપરાશકર્તાઓ જ કરી શકે છે.

તમે આ રીતે ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરી શકો છો

  1. સૌથી પહેલા તમારે કીપેડ પર *99# કોડ ટાઈપ કરવો પડશે અને કોલ કરવો પડશે.
  2. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. જો પહેલો વિકલ્પ Send Money છે, તો તમારે 1 ડાયલ કરવું પડશે.
  3. આ પછી તમને પૂછવામાં આવશે કે તમે કેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો? આ સુવિધાની મદદથી, તમે મોબાઇલ નંબર, UPI ID, IFSC કોડ અથવા પ્રી-સેવ બેનિફિશિયરીને પેમેન્ટ કરી શકો છો.
  4. હવે તમારે ઉપરોક્ત આપેલા વિકલ્પમાંથી કોઈપણ એકને પસંદ કરીને વિગતો ભરવાની રહેશે. તે પછી સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે.
  5. હવે તમારે એકાઉન્ટ દાખલ કરવું પડશે અને પછી તેને સેન્ડ કરવું પડશે. વપરાશકર્તાઓએ એક રિમાર્ક લખવું પડશે.
  6. અંતે તમારે તમારો UPI પિન દાખલ કરવો પડશે અને પછી સેન્ડ પર ક્લિક કરો.

આ રીતે તમે ઇન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ કરી શકો છો. આ ફીચરની મદદથી તમે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ નહીં કરી શકો. આની મદદથી તમે મોબાઈલ નંબર દ્વારા પેમેન્ટ કરી શકો છો. તેમજ UPI ID દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે. ગ્રાહકો એકાઉન્ટ નંબર પ્લસ IFSC કોડ દ્વારા ચુકવણી કરી શકે છે અને મની રિક્વેસ્ટ પણ કરી શકે છે.

આ પણ વાંચો: Viral: કાકાએ રસ્તા વચ્ચે સાઈકલ પર કર્યા ગજબના સ્ટંટ, વીડિયો જોઈ દંગ રહી જશો

આ પણ વાંચો: Technology: Wifi મોડેમનું નામ તો સાંભળ્યું હશે પણ ‘વાઈફાઈ રિપીટર’ એટલે શું, જાણો કેવી રીતે કરે છે કામ