પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગષ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI ને લોન્ચ કરશે. આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ સાથે મળીને તૈયાર કર્યુ છે.
શું છે e-RUPI ?
e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક માધ્યમ છે. તે ક્યૂ-આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગ બેસ્ડ ઇ વાઉચરના રૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પેમેન્ટ કરી શક્શે.
Prime Minister @narendramodi will launch e-RUPI, a person and purpose-specific digital payment solution on August 2 via video conferencing.
(File Photo) pic.twitter.com/boCrs6z94B
— tv9gujarati (@tv9gujarati) July 31, 2021
ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાશે ?
તેનો ઉપયોગ માતૃ અને બાળ કલ્યાણ યોજનાઓ અંતર્ગત દવાઓ અને પોષણ સંબંધી મદદ, ટીબી ઉન્મૂલન કાર્યક્રમ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી સ્કિમોમાં દવાઓ, નિદાન, સબસીડી વગેરે આપવા માટે કરવામાં આવી શકે છે. આ પેમેન્ટ સોલ્યુશન ખાનગી ક્ષેત્રમાં પર કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટર સામાજીક દાયિત્વ કાર્યક્રમોના અંતર્ગત ડિજીટલ વાઉચર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પીએમ મોદીએ હંમેશા ડિજિટલ પહેલને સમર્થન આપ્યું છે. વર્ષોના સમયગાળામાં, લોકો સુધી અને કોઇપણ ખામી કે ઉણપ વગર, સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સ્પર્શ પોઇન્ટ્સ સાથે સીધા લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ
આ પણ વાંચો – રિતેશ દેશમુખ લગ્નના મંડપમાં આઠ વખત જેનેલિયાના પગે લાગ્યા હતા, Super Dancer Chapter 4 માં સંભળાવ્યો કિસ્સો