AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિતેશ દેશમુખ લગ્નના મંડપમાં આઠ વખત જેનેલિયાના પગે લાગ્યા હતા, Super Dancer Chapter 4 માં સંભળાવ્યો કિસ્સો

રાજ કુંદ્રાની ધરપકડ બાદ સુપર ડાન્સરના સ્ટેજ પર શિલ્પાની જગ્યાએ ખાસ મહેમાન આવી રહ્યા છે. આ અઠવાડિયે આ મહેમાનોમાં જેનેલિયા અને રીતેશ જોવા મળ્યા હતા.

રિતેશ દેશમુખ લગ્નના મંડપમાં આઠ વખત જેનેલિયાના પગે લાગ્યા હતા, Super Dancer Chapter 4 માં સંભળાવ્યો કિસ્સો
Riteish Deshmukh touched Genelia's feet eight times in the wedding pavilion
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:52 PM
Share

સામાન્ય રીતે લગ્નમાં અથવા લગ્ન પછી પત્ની પતિના પગે લાગે છે. પરંતુ રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને જેનેલિયા દેશમુખના લગ્નમાં એક અલગ જ વિધિ જોવા મળી હતી. અભિનેતા રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા (Genelia Dsouza) સાથે સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં આ વખતે લગ્નના ખાસ એપિસોડમાં આવ્યા. આ પ્રસંગે, સુપર ડાન્સરના તમામ સ્પર્ધકોએ સ્ટેજ પર લગ્નના ગીતો પર શાનદાર પ્રદર્શન રજૂ કર્યા. એક લગ્ન ગીતની શાનદાર પર્ફોર્મન્સ જોઇને જેનેલિયાએ કહ્યું કે તમારો અભિનય જોઈને મને મારા લગ્નની યાદ આવી ગઈ.

જેનેલિયાએ કહ્યું કે તેમના લગ્નમાં રિતેશને આઠ વખત તેના પગ સ્પર્શ કરવા પડ્યા હતા. તેની વાત સાંભળી દરેકને આશ્ચર્ય થયું. આ સમયે રીતેશનો ચહેરો જોવા લાયક હતો. રિતેશે કહ્યું કે કદાચ પંડિતે તેને આ ધાર્મિક વિધિ કરાવી કારણ કે તે જાણતા હતા કે રિતેશને લગ્ન પછી શું કરવાનું છે. એટલા માટે પંડિત જીએ રિતેશ સાથે લગ્ન મંડપમાં આ પ્રથા કરાવી. હકીકતમાં વાત એમ છે કે મહારાષ્ટ્રીયન લગ્નોમાં (Maharashtrian Wedding) દરેક રાઉન્ડ પછી, વરરાજાએ કન્યાના પગને સ્પર્શ કરવો પડે છે અને તેના અંગૂઠાથી સોપારીને ધક્કો આપવાનો હોય છે.

મરાઠી લગ્નોમાં રિવાજ

રિતેશ દેશમુખે પોતાના લગ્નની અનોખી વિધિ વર્ણવતા કહ્યું હતું કે મેં મારા જીવનમાં ઘણા મરાઠી લગ્ન જોયા છે પરંતુ તેમને આ વિધિ વિશે બિલકુલ ખ્યાલ નહોતો. રિતેશ દેશમુખની આ વાત સાંભળીને શોના જજ ગીતા કપૂરે કહ્યું કે તમે દરેક લગ્નોમાં ફેરા પછી જ પહોંચ્યા હશો. તમે પહેલી વાર વરરાજા તરીકે લગ્નમાં આવ્યા હતા, તેથી તમને તમામ ધાર્મિક વિધિઓ વિશે ત્યારે ખબર પડી. સુપર ડાન્સર ચેપ્ટર 4 ના લગ્નના ખાસ એપિસોડમાં રિતેશ અને જેનેલિયાએ ખૂબ જ એન્જોય કર્યું. શનિવારના એપિસોડમાં દરેકના કહેવા પર, રિતેશ અને જેનેલિયાએ સ્ટેજ પર રોમેન્ટિક ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ કર્યું હતું.

ગયા અઠવાડિયે, શિલ્પા શેટ્ટીને બદલે, કરિશ્મા કપૂરે સ્પર્ધકોને ગ્રેટ સેલ્યુટ આપ્યું હતું. જ્યારે આ વખતે રિતેશ દેશમુખ અને જેનેલિયાએ સીડી પર ચડીને સુપર ડાન્સરના બાળકોને ગ્રેટ સેલ્યુટ આપ્યું.

આ પણ વાંચો: Taarak Mehta ની સોનુનું આ ટેલેન્ટ જોઈને તમે પણ રહી જશો દંગ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

આ પણ વાંચો: Raj kundra case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધશે, એપમાંથી મળી 50 થી વધુ અશ્લીલ ફિલ્મો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">