Google અને Appleને ટક્કર આપવા આવી ગયું છે Made in India એપ સ્ટોર, PhonePeએ કર્યુ લોન્ચ, જાણો ખાસિયત

|

Sep 23, 2023 | 8:04 PM

ઇન્ડસ એપસ્ટોર એપ ડેવલપર્સ માટે ઘણા ફાયદા લઈને આવ્યું છે. આ પ્લેટફોર્મ પ્રારંભિક તબક્કામાં ડેવલપર્સને ઘણી છૂટ આપશે. તેના આવવાથી ગૂગલ અને એપલને ટક્કર મળશે. હવે એપ ડેવલપર્સ માટે ઇન્ડસ એપસ્ટોરના રૂપમાં એક નવો વિકલ્પ છે. ચાલો જોઈએ કે PhonePe ના એપ સ્ટોરથી કેટલો ફાયદો થશે.

Google અને Appleને ટક્કર આપવા આવી ગયું છે Made in India એપ સ્ટોર, PhonePeએ કર્યુ લોન્ચ, જાણો ખાસિયત
Phonepe launched indus appstore

Follow us on

જો કોઈ એપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો લોકો સીધા ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જાય છે. એપ સ્ટોર્સ માટે ગૂગલ અને એપલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે આ બે અમેરિકન કંપનીઓને ટક્કર આપવા માટે મેડ ઇન ઇન્ડિયા એપ સ્ટોર આવી ગયું છે. અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની PhonePe એ સ્વદેશી Indus Appstore લોન્ચ કર્યું છે. ભારતમાં બનેલ આ એપ સ્ટોર એપ ડેવલપર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. તેઓ લેટેસ્ટ એપ સ્ટોર પર તેમની બનાવેલી એપ્સને લીસ્ટ કરી શકશે.

આ પણ વાંચો: ફોન પાણીમાં પડ્યા બાદ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, અહીં છે સાચી રીત, જુઓ Video

ઇન્ડસ એપસ્ટોર એપ ડેવલપર્સ માટે ઘણા ફાયદા લઈને આવ્યું છે. આ પ્લેટફોર્મ પ્રારંભિક તબક્કામાં ડેવલપર્સને ઘણી છૂટ આપશે. તેના આવવાથી ગૂગલ અને એપલ માટે સૌથી મોટો ખતરો ઉભો થયો છે. હવે એપ ડેવલપર્સ માટે ઇન્ડસ એપસ્ટોરના રૂપમાં એક નવો વિકલ્પ છે. ચાલો જોઈએ કે PhonePe ના એપ સ્ટોરથી કેટલો ફાયદો થશે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

Indus Appstore: પ્રથમ વર્ષ માટે બિલકુલ મફત

ઇન્ડસ ડેવલપર પ્લેટફોર્મ આજે રજૂ કરવામાં આવ્યું છે. PhonePeના એપ સ્ટોર પર નોંધણી અને એપ્લિકેશન અપલોડ કરવાનું પ્રથમ વર્ષ માટે મફત છે. આ માટે, કોઈપણ પ્રકારની પ્લેટફોર્મ ફી અથવા ઇન-એપ ખરીદી કમિશન ચૂકવવાની જરૂર નથી. આ છૂટછાટોને જોતા એવું માનવામાં આવે છે કે ઇન્ડસ એપસ્ટોર ગૂગલના વર્ચસ્વને ગંભીરતાથી પડકારી શકે છે.

Indus Appstore: ફીચર્સ

લોકલ માર્કેટ માટે નવા એપ સ્ટોરમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આમાં, થર્ડ-પાર્ટી પેમેન્ટ પ્રોવાઈડર, 12 ભારતીય ભાષાઓનો સપોર્ટ અને ફોન નંબર આધારિત લોગિન સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ એપ સ્ટોર ડેવલપર્સ માટે ટાર્ગેટ આધારિત રિલીઝ મેનેજમેન્ટ ફીચર લાવ્યા છે. આની મદદથી એપ અપડેટ જાહેર કરવા અને એપને મોનિટર કરવા જેવા કામ કરી શકાય છે.

એપ્લિકેશન માટે નવો વિકલ્પ

AIની મદદથી ડેવલપર્સ એપ વર્ઝન લોન્ચ દરમિયાન એપ પર નજર રાખી શકશે. Google એપમાં ખરીદી પર 15-30 ટકા કમિશન વસૂલ કરીને ભારતીય ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સના નિશાન પર છે. ગૂગલનો યુઝરબેઝ ઘણો મોટો છે કારણ કે ભારતમાં મોટાભાગના લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, PhonePe એ ડેવલપર્સને એક નવો વિકલ્પ આપ્યો છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article