WhatsApp માં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ, ચેટ હિસ્ટ્રીને પણ કરી શકાશે શેર

|

Jul 10, 2022 | 3:22 PM

જેઓ એકથી વધુ ડિવાઈસનો ઉપયોગ કરે છે, તેમના માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ મોડનું નામ કમ્પેનિયન મોડ્સ (Companion Modes) હશે, જેની મદદથી યુઝર્સ સેકન્ડરી ડિવાઇસની લિંક શેર કરી શકશે.

WhatsApp માં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ, ચેટ હિસ્ટ્રીને પણ કરી શકાશે શેર
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

હવે વોટ્સએપ (WhatsApp)માં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે. આની મદદથી યુઝર્સ એક ડિવાઈસની ચેટ હિસ્ટ્રીને અન્ય ડિવાઈસ સાથે પણ શેર કરી શકશે. આવી સ્થિતિમાં, જેઓ એકથી વધુ ઉપકરણનો ઉપયોગ કરે છે, તેમના માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ મોડનું નામ કમ્પેનિયન મોડ્સ હશે, જેની મદદથી યુઝર્સ સેકન્ડરી ડિવાઇસની લિંક શેર કરી શકશે, પછી ભલે તેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય. જો કે તે મલ્ટી ડિવાઈસ ફીચર્સ (WhatsApp Multi Device) જેવું દેખાઈ શકે છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં, મલ્ટી ડિવાઇસ ફીચર હેઠળ, યુઝર્સ બે ડિવાઇસમાં એક જ એકાઉન્ટ ચલાવી શકે છે. પરંતુ આ ફીચર તમને ફીચર્સ વગર પણ ચાર અલગ-અલગ ડિવાઇસને કનેક્ટ કરવાની પરવાનગી આપે છે.

વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ Wabitinfo અનુસાર, યુઝર્સ એક લિંકની મદદથી પોતાના અન્ય મોબાઈલને તે જ એકાઉન્ટના વોટ્સએપ સાથે સરળતાથી કનેક્ટ કરી શકે છે. અત્યાર સુધી વોટ્સએપ એકાઉન્ટ માત્ર એક જ મોબાઈલમાં ચલાવી શકાય છે અન્ય ફોનમાં નહીં. જ્યારે વોટ્સએપ ટેબ, લેપટોપ અને ડેસ્કટોપ વગેરેમાં ચલાવી શકાય છે.

કેવી રીતે કામ કરશે

વેબસાઈટ Wabitinfo દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે યુઝર્સ બીજા મોબાઈલમાં લિંકની મદદથી કનેક્ટ કરી શકે છે. તેને જો સરળ શબ્દોમાં સમજીએ તો જો તમારી પાસે બે સ્માર્ટફોન છે અને તમે એક જ સિમવાળા બંને ફોનમાં WhatsAppનો ઉપયોગ કરવા માંગો છો. તો આ માટે પ્રાઈમરી ડિવાઈસમાંથી જનરેટ થયેલી લિંકને બીજા ફોનમાં મોકલવાની રહેશે, ત્યારપછી ઈન્ટરનેટ વગરના સેકન્ડરી ફોનમાં વોટ્સએપ જોઈ શકાશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ સિવાય જો તમે વોટ્સએપનો નિયમિત ઉપયોગ કરતા લાખો ભારતીયોમાંના એક છો, તો તમે કદાચ દિવસભરમાં ઘણી વખત એપ ખોલતા હશો અથવા તમે તમારી સુવિધા માટે એપને હોમ સ્ક્રીન પર મૂકી હશે. જ્યાં પહોંચવું અને ખોલવું તમારા માટે સૌથી સરળ છે. આવી સ્થિતિમાં વોટ્સએપ તે એપ્સમાંથી એક બની ગયું છે જ્યાં યુઝર્સ પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે. ત્યારે આપણે ઘણી વખત કોઈ જરૂરી ફાઈલ્સ અથવા નોટ્સને આપના પરિવારના સભ્યો અથવા કોઈ સગાને મોકલતા હોઈએ છીએ જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી જોઈ શકીએ પરંતુ એક ટ્રિક એવી છે જેનાથી તમારે કોઈને નોટ્સ મોકલવાની જરૂર નહીં રહે. જાણવા અહીં ક્લિક કરો.

Next Article