WhatsApp ગ્રુપ કોલ માટે હવે શેર કરી શકાશે લિંક, જાણો કેવી રીતે ક્રિએટ કરવી Call Links

|

Oct 19, 2022 | 6:26 PM

આ ફીચરની મદદથી પહેલાથી જ ચાલી રહેલી વોટ્સએપ મીટિંગમાં પણ જોડાઈ શકાશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ફીચર ગૂગલ મીટ અને ઝૂમ વીડિયો કોલિંગ એપ પર ઉપલબ્ધ હતું.

WhatsApp ગ્રુપ કોલ માટે હવે શેર કરી શકાશે લિંક, જાણો કેવી રીતે ક્રિએટ કરવી Call Links
WhatsApp Call Links
Image Credit source: Google

Follow us on

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે (WhatsApp) વીડિયો કૉલ્સ માટે લિંક શેરનો વિકલ્પ બહાર પાડ્યો છે. હવે તમે વોટ્સએપ ગ્રુપ કોલ અથવા મીટિંગ્સની લિંક્સ શેર કરી શકશો. વોટ્સએપે આ નવા ફીચરને કોલ લિંક્સ (Call Links) નામ આપ્યું છે. તેમજ ગ્રૂપ કોલમાં એકસાથે 32 મેમ્બર સામેલ કરી શકાય છે. આ ફીચરની મદદથી પહેલાથી જ ચાલી રહેલી વોટ્સએપ મીટિંગમાં પણ જોડાઈ શકાશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ફીચર ગૂગલ મીટ અને ઝૂમ વીડિયો કોલિંગ એપ પર ઉપલબ્ધ હતું.

META CEOએ જાહેરાત કરી

તાજેતરમાં જ WhatsAppના આ ફીચરની જાણકારી Meta CEO માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ વીડિયો કોલિંગ માટે 32 યુઝર્સનો વિકલ્પ હશે એટલે કે 32 લોકો એકસાથે વીડિયો કોલ કરી શકશે. તેમજ મીટીંગની લીંક પણ શેર કરી શકાશે.

વોટ્સએપનું આ નવું ફીચર પહેલા બીટા ટેસ્ટિંગ માટે બહાર પાડવામાં આવ્યું હતું, હવે આ ફીચર તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ પહેલા WhatsAppમાં ગ્રુપ વોઈસ કોલ માટે 32 યુઝર્સને જોડવાની સુવિધા હતી. હવે આ ફીચર વીડિયો કોલ માટે પણ બહાર પાડવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ફીચર્સ આ રીતે કામ કરશે

નવા અપડેટ બાદ વોટ્સએપ યુઝર્સને કોલ ઓપ્શનમાં ‘Create Call Links’ નામનો બીજો નવો વિકલ્પ મળશે. આ લિંક પર ક્લિક કરવાથી તમને ‘Send Link Via WhatsApp’, Copy Link અને Share Linkનો વિકલ્પ દેખાશે. એટલે કે, તમે અહીંથી સીધા જ WhatsApp ગ્રુપ કોલની લિંક શેર કરી શકો છો. ઉપરાંત, આ કૉલનો પ્રકાર અહીંથી વૉઇસ અને વીડિયોમાં પણ બદલી શકાય છે. એટલે કે, તમે વૉઈસ કૉલ લિંક અને વીડિયો કૉલ લિંક બંને શેર કરી શકો છો.

આ સિવાય વોટ્સએપ એક ડોક્યુમેન્ટ કેપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને ચેટ કરતી વખતે શેર કરેલી ફાઈલોને કેપ્શન આપવા દેશે. Android અને iOS બંને વપરાશકર્તાઓ માટે WhatsApp સતત બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ કેપ્શન ફીચરની ખાસ વાત એ છે કે આ અંતર્ગત યુઝર્સ સર્ચ ઓપ્શનની મદદથી ચેટમાં શેર કરેલ ડોક્યુમેન્ટ કે ફાઇલને સરળતાથી શોધી શકશે.

Next Article