જો તમે પણ સ્પામ કોલથી પરેશાન છો, તો હવે તમારા માટે સારા સમાચાર છે. રિપોર્ટ અનુસાર, Truecaller ટૂંક સમયમાં જ તેની કોલર આઈડેન્ટિફિકેશન સર્વિસ WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ કરાવશે. નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને સ્પામ કોલ ડિટેક્ટ કરવામાં મદદ મળશે. ટ્રુકોલરના સીઈઓ એલન મામેડીએ જણાવ્યું હતું કે આ ફીચર હાલમાં બીટામાં છે અને મેના અંતમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.
Truecallerના 2021ના અહેવાલ મુજબ, ભારત જેવા દેશોમાં ટેલિમાર્કેટિંગ અને સ્કેમિંગ કૉલ્સ વધી રહ્યા છે, જ્યાં વપરાશકર્તાઓ દર મહિને સરેરાશ 17 સ્પામ કૉલ મેળવે છે. ભારતના ટેલિકોમ રેગ્યુલેટરે ફેબ્રુઆરીમાં જિયો અને એરટેલ જેવા ટેલિકોમ ઓપરેટરોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને તેમના નેટવર્ક પર ટેલિમાર્કેટિંગ કૉલ્સને બ્લોક કરવાનું શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
Truecallerએ કહ્યું છે કે તે આવા ઉકેલને લાગુ કરવા માટે ટેલિકોમ ઓપરેટરો સાથે ચર્ચા કરી રહી છે. આપને જણાવી દઈએ કે, Truecaller માટે, ભારત 250 મિલિયન યુઝર્સ સાથે તેનું સૌથી મોટું માર્કેટ છે.
સ્કેમર્સ મોબાઇલ નેટવર્ક ઓપરેટર તરીકે ઓળખ આપીને કોલ કરી રહ્યા છે અને લોકો પાસેથી જંગી નાણાં લૂંટી રહ્યા છે. આ કૌભાંડ એટલું ખતરનાક બની ગયું છે કે Truecaller પોતે તેના બ્લોગમાં તેના વિશે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી છે. ટ્રુકોલરના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ લોકોને કોલ કરવા માટે મોબાઈલ ઓપરેટર અથવા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISPs) તરીકે દર્શાવી રહ્યા છે અને તેમને 401 થી શરૂ થતો વિશેષ નંબર ડાયલ કરવાની વિનંતી કરી રહ્યા છે.
આ સિવાય હવે મેટા-માલિકીનું WhatsApp Android માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવા ફીચરનું નામ ‘એડમિન રિવ્યુ’ છે. આ ફીચર હેઠળ ગ્રુપ એડમિનને તેમના ગ્રુપને વધુ સારી રીતે મોડરેટ કરવામાં મદદ કરવામાં આવશે. આ નવું ફીચર એડમિનને વધુ જવાબદાર બનાવશે, અને એક નવો પાવર પણ આપશે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…