
જાણીતી સોશિયલ મીડિયા કંપની Meta એ યુઝર્સ માટે ‘ટેક ઈટ ડાઉન‘ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી ન્યૂડ કન્ટેન્ટને પ્લેટફોર્મ પર પ્રસારિત થતા અટકાવવામાં આવશે. આ ટૂલ નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન દ્વારા સંચાલિત છે. આ ટૂલ શરૂ કરવાનો હેતુ સેક્સટોર્શનના મામલા ઘટાડવા અને લોકોની પ્રાઈવસી જાળવી રાખવાનો છે. તે કેવી રીતે કામ કરે છે તે જાણીએ.
આ પણ વાંચો: રોજગાર મેળામાં 71000 યુવાનોને મળી નોકરી, 13 એપ્રિલે PM મોદી આપશે નિમણૂંક પત્ર
આ ટૂલની મદદથી ભૂતકાળમાં અપલોડ કરાયેલા ફોટાને પણ પ્લેટફોર્મ પરથી હટાવી શકાય છે અને તેને ફેલાતા અટકાવી શકાય છે. આજકાલ, ન્યૂડ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી ફરે છે અને તેના કારણે લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ઘણી વધારે છે અને આ વસ્તીના અમુક ટકા એવા લોકોની છે જેઓ 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
બાળકો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે અને તેઓ સરળતાથી કોઈની જાળમાં ફસાઈ જાય છે અને પછી લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. પરંતુ હવે આ બધું સમાપ્ત થવાનું છે. જો કોઈ વપરાશકર્તા ટેક ઈટ ડાઉન ટૂલની મદદથી કોઈ ફોટોની જાણ કરે છે તો તે ફોટાની ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે જેને હેશ (Hashes) કહેવામાં આવે છે.
એક રીતે, તમારો ફોટો કોડમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી કોઈ તેને જોઈ શકતું નથી. આ ટૂલની સારી વાત એ છે કે એકવાર ફોટોની રિપોર્ટ થઈ જાય પછી, પ્લેટફોર્મ પરના બધા એક જેવા ફોટા ખોલવામાં આવશે નહીં. એટલે કે તેને બ્લોક કરી દેવામાં આવશે.આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ તે ફોટો પ્લેટફોર્મ પર અપલોડ કરવાનો પ્રયાસ કરે છે તો તે પણ શક્ય નથી.
મેટાએ જણાવ્યું કે આ ટૂલ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં હિન્દીમાં લોન્ચ કરવામાં આવશે અને આવનારા સમયમાં તે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ જોવા મળશે. આ ટૂલમાં એક સમસ્યા એ છે કે જો કોઈ તમારી ન્યૂડ તસવીર સેવ કરે છે અને તેને એડિટ કરીને પ્લેટફોર્મ પર અપલોડ કરે છે તો તે સ્થિતિમાં આ ઈમેજ બ્લૉક નહીં થાય કારણ કે આ ટૂલ આ તસવીરને નવી માને છે અને તેને ઓળખી શકતું નથી. આ માટે તમારે આ ઈમેજનો ફરીવાર રિપોર્ટ કરવો પડશે અને પછી તે સર્કુલેટ નહીં થાય.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…