
ઘણીવાર લોકો કોઈ નવી જગ્યાની મુલાકાત લે છે, ત્યારે તેઓ ઘણા સારા ફોટો એકત્રિત કરે છે. આવી સ્થિતિમાં, કયો ફોટો શ્રેષ્ઠ છે અને ક્યો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવો તે મૂંઝવણની સ્થિતિ હોય છે. જો કે એક પછી એક ઘણી સારી તસવીરો શેર કરી શકાય છે, પરંતુ તમામ તસવીરોને વ્યુઝ મળશે તેની બહુ ઓછી ગેરંટી છે. જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝર છો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી મલ્ટિપલ ફોટોનું કોલાજ બનાવી શકો છો અને તેને શેર કરી શકો છો.
આ ફીચરની સારી વાત એ છે કે તમારે મલ્ટિપલ ફોટોને કોલાજ કરવા માટે કોઈ અલગ કોલાજ એપની જરૂર નથી. ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ ફીચરની મદદથી તમે આ કામને સરળ બનાવી શકો છો. અમે અહીં ઈન્સ્ટાગ્રામના ફોટો લેઆઉટ ફીચર વિશે વાત કરી રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી તમે એક નહીં પણ અનેક તસવીરો પોસ્ટ કરી શકો છો. પ્લેટફોર્મની ફોટો લેઆઉટ સુવિધા તમને એક પછી એક ફોટો ક્લિક કરવા દે છે અને ફિલ્ટર્સનો ઉપયોગ કરીને કોલાજ બનાવી શકાય છે. આ ઉપરાંત, તમે ગેલેરીમાંથી પણ ફોટો પસંદ કરી શકો છો.