Tech News: વોર્નિંગ બેનરને વિસ્તૃત કરી રહ્યું છે Google, આ ફાઈલ ખોલવા પર મળશે વોર્નિંગ

|

May 01, 2022 | 9:49 AM

અગાઉ આ બેનર ગૂગલ (Google) ડ્રાઇવ એકાઉન્ટમાં અથવા Google ડૉક્સ, શીટ્સ, સ્લાઇડ્સ અથવા ડ્રોઇંગ ફાઇલમાંથી આવી મલિશિયસ ફાઇલ ખોલવાનો પ્રયાસ કરી રહેલા વપરાશકર્તાઓને ચેતવણી બેનર બતાવે છે.

Tech News: વોર્નિંગ બેનરને વિસ્તૃત કરી રહ્યું છે Google, આ ફાઈલ ખોલવા પર  મળશે વોર્નિંગ
Google
Image Credit source: File Photo

Follow us on

Google સંભવિત રૂપે મલિશિયસ ગૂગલ ડ્રાઇવ (Google Drive)ફાઈલો માટે તેના ચેતવણી બેનરને વિસ્તૃત કરી રહ્યું છે. અગાઉ આ બેનર Google ડ્રાઈવ એકાઉન્ટમાં અથવા Google ડૉક્સ, શીટ્સ, સ્લાઇડ્સ અથવા ડ્રોઇંગ ફાઇલમાંથી આવી મલિશિયસ ફાઇલ ખોલવાનો પ્રયાસ કરી રહેલા વપરાશકર્તાઓને ચેતવણી બેનર બતાવે છે. Googleએ હવે આ સુવિધાને ફાઈલ-લેવલ પર રોલઆઉટ કરી છે – મતલબ કે જો કોઈ વપરાશકર્તા વેબ પર આવી સંભવિત રૂપે મલિશિયસ અથવા જોખમી Google ડૉક્સ, શીટ્સ અથવા સ્લાઇડ્સ ફાઇલ ખોલવાનો પ્રયાસ કરશે, તો તેને વધુ ખતરાઓ વિશે ચેતવણી આપવામાં આવશે.

Googleના વર્કસ્પેસ અપડેટ બ્લોગ પોસ્ટ અનુસાર આ સુવિધા તમામ Google Workspace ગ્રાહકો તેમજ લીગેસી G Suite Basic અને Business ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ રોલઆઉટ સત્તાવાર રીતે 27 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે ધીમે ધીમે બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. ગૂગલે કહ્યું કે રોલઆઉટ દરેક સુધી પહોંચવામાં 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. Google દ્વારા આ એ કૌભાંડોને રોકવા માટેનું પગલું છે જે તેના પ્રોડેક્ટિવ ટુલનો ઉપયોગ કરે છે.

આ મહિનાની શરૂઆતમાં Googleએ Google Workspace માટે એક ફિચરની જાહેરાત કરી હતી જે Gender-Neutral ઓપ્શન સહિત ઈમોજીને સપોર્ટ કરે છે. યુઝર્સ હવે ગૂગલ ડોક્સ પર કોઈ પણ કન્ટેન્ટ પર કમેન્ટ અથવા રિમાર્કના બદલે માત્ર એક સિમ્બોલનો ઉપયોગ કરીને પ્રતિક્રિયા આપી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફીચર લેટેસ્ટ રિલીઝમાં તમામ ઈમોજીને સપોર્ટ કરે છે. આમાં Gender-Neutral વિકલ્પોનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

જો વિચારી રહ્યા છો તમે કે ઈમોજી પ્રતિક્રિયા સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો તો જ્યારે ટેક્સ્ટ હાઈલાઈટ કરવા પર ‘Add Comment’ અને ‘Sgest Edit’ સાથે ત્રીજા વિકલ્પ તરીકે દેખાશે. ગૂગલના મતે આ પ્રતિક્રિયાઓ કમેન્ટનો ઓછા ઔપચારિક વિકલ્પ પ્રોવાઈડ કરે છે.

આ પણ વાંચો: On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

આ પણ વાંચો: ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માગ, ભાવ ઘટવાથી ખેડૂતો પરેશાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article