Google: ગૂગલ ઉપયોગ કરવાના મળી રહ્યા છે પૈસા! જાણો કેવી રીતે કરવો ક્લેમ

|

Jun 17, 2023 | 3:56 PM

26 ઓક્ટોબર, 2006 થી 30 સપ્ટેમ્બર, 2013 દરમિયાન ગૂગલ સર્ચનો ઉપયોગ કર્યો હોય અને કંપની દ્વારા આપવામાં આવેલી સર્ચ રિઝલ્ટ લિંક પર ક્લિક કર્યું હોય તો તમે પૈસાનો દાવો કરી શકો છો. જે વપરાશકર્તાઓ તેમના પૈસાનો દાવો કરવા માગે છે તેમને સેટલમેન્ટ ક્લાસ મેમ્બર કહેવામાં આવશે.

Google: ગૂગલ ઉપયોગ કરવાના મળી રહ્યા છે પૈસા! જાણો કેવી રીતે કરવો ક્લેમ
Google

Follow us on

જો તમે પણ ગૂગલનો ઉપયોગ કરો છો, તો જણાવી દઈએ કે જેણે પણ 2006 થી 2013 વચ્ચે ગૂગલનો ઉપયોગ કર્યો અને સર્ચ રિઝલ્ટ પર ક્લિક કર્યું, તે બધાને ગૂગલ તરફથી પૈસા મળશે. શું છે મામલો? ગૂગલ તમને પૈસા કેમ આપશે, જો આ સવાલ તમારા મગજમાં ઘૂમી રહ્યો છે, તો જણાવી દઈએ કે ક્લાસ એક્શન મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલે યુઝર્સની સંમતિ વિના થર્ડ પાર્ટી એપ્સ સાથે યુઝરની સર્ચ હિસ્ટ્રી શેર કરી છે.

આ પણ વાંચો: વાવાઝોડાના પગલે ગીર સોમનાથમાં માર્ગ-મકાન વિભાગનું આગોતરું આયોજન, 135થી વધુ ધરાશાયી વૃક્ષો તાત્કાલીક દૂર કરાયા

આ જ કારણ છે કે હવે કંપનીએ મામલો નિપટાવા માટે પૈસા ચૂકવવા પડ્યા છે. જોકે, ગૂગલે તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે યુઝરની માહિતી શેર કરવામાં આવી નથી. ગૂગલે કહ્યું કે તે કેસના સમાધાન માટે 23 મિલિયન ડોલર ચૂકવવા સંમત છે. શું તમે પાત્ર છો કે નહીં, ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે જાણી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

શું તમે પાત્ર છો? આ રીતે જાણો

જો તમે 26 ઓક્ટોબર, 2006 થી 30 સપ્ટેમ્બર, 2013 દરમિયાન ગૂગલ સર્ચનો ઉપયોગ કર્યો હોય અને કંપની દ્વારા આપવામાં આવેલી સર્ચ રિઝલ્ટ લિંક પર ક્લિક કર્યું હોય તો તમે પૈસાનો દાવો કરી શકો છો. જે વપરાશકર્તાઓ તેમના પૈસાનો દાવો કરવા માગે છે તેમને સેટલમેન્ટ ક્લાસ મેમ્બર કહેવામાં આવશે, જણાવી દઈએ કે આ માટે 31 જુલાઈ 2023 સુધીનો સમય છે.

આ રીતે દાવો સબમિટ કરો

કોઈપણ જે રકમનો દાવો કરવા માંગે છે તેણે refererheadersettlement.com સાઇટની મુલાકાત લેવી પડશે. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તમારે આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી.

જેઓ સેટલમેન્ટ માટે પસંદગી કરવા માગે છે, તેઓએ ફક્ત રજીસ્ટ્રેશન ફોર્મ પેજ પર ક્લિક કરવાનું રહેશે> બધી વિગતો ભરો અને સબમિટ કરો. સબમિશન પછી તમને તમારા ઈમેલ આઈડી પર ક્લાસ મેમ્બર આઈડી મળશે. પૈસાનો દાવો કરવા માટે, તમારે સબમિટ ક્લેમ પેજ પર જઈને ક્લાસ મેમ્બર ID દાખલ કરવું પડશે.

તમને કેટલા પૈસા મળશે?

રિપોર્ટમાં આપવામાં આવેલી વર્તમાન વિગતોના આધારે, મંજૂર થનાર દરેક વ્યક્તિને લગભગ $7.70 (આશરે રૂ. 630) મળશે. જણાવી દઈએ કે હજુ સુધી સેટલમેન્ટ નક્કી કરવામાં આવ્યું નથી અને તેની મંજૂરીની સુનાવણી 12 ઓક્ટોબરે થશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:45 pm, Sat, 17 June 23

Next Article