આ સોશિયલ મીડિયાનો યુગ છે અને દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પરથી આપણને જાણવા મળે છે કે મિત્રો અને સંબંધીઓના જીવનમાં શું ચાલી રહ્યું છે. પરંતુ કેટલીકવાર કેટલીક બાબતો પરેશાન કરતી પણ લાગે છે. જેમ કે ફેસબુક પર વારંવાર લોકોના જન્મદિવસની નોટિફિકેશન મળવી. ત્યારે બહુ ઓછા લોકો જાણતા હશે કે જન્મદિવસની નોટિફિકેશન બંધ પણ કરી શકાય છે.
આ પણ વાંચો: Gujarati Video: પંચમહાલના કાલોલમાં 2002માં થયેલા ચકચારી ટેમ્પાકાંડના 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 20 વર્ષે આવ્યો કેસનો ચુકાદો
ચાલો જાણીએ કે Facebook પર જન્મદિવસની નોટિફિકેશન કેવી રીતે બંધ કરવી અથવા જો તમને નોટિફિકેશન ન મળે તો તેને કેવી રીતે ચાલુ કરવી. આવો જાણીએ આની સંપૂર્ણ રીત.
મોબાઇલ માટે આ સ્ટેપ્સ અનુસરો
એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ માટે તમારે એક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
- તમારો પ્રોફાઇલ ફોટો અથવા આઇકન સિલેક્ટ કરો.
- નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ પસંદ કરવા માટે Settings & Privacy પર જાઓ.
- પ્રોફાઇલ સેક્શનના ટોચ પર પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો.
- Notifications સેક્શનમાં નોટિફિકેશન સેટિંગ્સ પર જાઓ.
- અહીં Birthdays પસંદ કરો.
- Allow notifications on Facebook ટોગલ ઓફ કરો.
ચાલુ પણ અહીંથી થશે
- નોટિફિકેશનને એનેબલ કરવા માટે, Facebook પર નોટિફિકેશનને મંજૂરી આપવા માટે ટોચ પર ટૉગલ ચાલુ કરો.
- આ પછી, તમને એ પણ જાણવા મળશે કે તમે કેવી રીતે સૂચના પ્રાપ્ત કરવા માંગો છો. તેને ચાલુ કરો. અહીં તમે Push, Email, SMS અથવા ત્રણેયને પસંદ કરી શકો છો.
વેબ માટે આ સ્ટેપ્સ ફોલો કરો
- ઉપરના જમણા ખૂણેથી તમારું પ્રોફાઇલ ફોટો અથવા આઇકન પસંદ કરો.
- અહીંથી સેટિંગ્સ અને પ્રાઇવસી પસંદ કરો અને સેટિંગ્સમાં જાઓ.
- ડાબી બાજુથી Notifications પસંદ કરો.
- હવે જમણી બાજુ Birthdays આવશે, તેને સિલેક્ટ કરો.
- નોટિફિકેશન બંધ કરવા માટે, ‘Notifications on Facebook’ ટૉગલને બંધ કરો.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…