Tech Master: શું ડ્યુઅલ કેમેરા ત્રણ કેમેરાનું કામ કરી શકે છે? કેમેરામાં આ બાબતોનું રાખો ધ્યાન

|

May 24, 2022 | 9:52 AM

આ લેખમાં આપણે ડ્યુઅલ કેમેરા (Duel Camera) ટ્રિપલ કેમેરાનું કામ પણ કરી શકે છે કે નહીં તેના વિશે જાણીશું. સિંગલ કેમેરા (Single Camera) ફોટો સાથે બેકગ્રાઉન્ડને બ્લર કરે છે અને બીજો કેમેરો ફોટો એંગલને મોટો કરે છે.

મોબાઈલમાં ત્રણ કેમેરા શા માટે આપવામાં આવે છે તેના વિશે આપણે અગાઉના લેખમાં જાણ્યું જો તમે વાંચ્યુ નથી તો આ લેખના અંતમાં લીંક પરથી વાંચી શકશો. ત્યારે આ લેખમાં આપણે ડ્યુઅલ કેમેરા (Duel Camera) ટ્રિપલ કેમેરાનું કામ પણ કરી શકે છે કે નહીં તેના વિશે જાણીશું. સિંગલ કેમેરા (Single Camera) ફોટો સાથે બેકગ્રાઉન્ડને બ્લર કરે છે અને બીજો કેમેરો ફોટો એંગલને મોટો કરે છે. જો કે, અહીં પણ સોફ્ટવેર અને હાર્ડવેરની સમસ્યાઓના કારણે, ફોટોની ક્વાલિટી (Photo Quality) આવશે નહીં જે ટ્રિપલ કેમેરા પ્રોવાઈડ કરી શકશે.

સ્માર્ટફોનમાંથી શ્રેષ્ઠ ફોટા લેવા માટે, કેમેરામાં આ બાબતોનું ધ્યાન રાખો

દરેક સ્માર્ટફોનના કેમેરાનું સેટિંગ ઓટો મોડ પર હોય છે. શ્રેષ્ઠ ફોટો માટે આ સેટિંગ્સ બદલવી પડશે. જો તમે પણ તમારા સ્માર્ટફોનના કેમેરા દ્વારા શાનદાર ફોટા લેવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખીને સેટિંગ્સમાં જરૂરી ફેરફારો કરો.

Aperture: કોઈ પણ કેમેરામાં લેન્સ દ્વારા જે પ્રકાશ પ્રવેશે છે અથવા એમ કહી શકાય કે ઇમેજ સેન્સર પર પડે છે, તેને અપર્ચર કહે છે. અપર્ચર અંગ્રેજી શબ્દ f દ્વારા સૂચવવામાં આવે છે. જાણો, સારા ફોટો માટે અપર્ચર શું હોવું જોઈએ.

આ દિવસોમાં સિંગલ અથવા ડ્યુઅલ કેમેરાવાળા સ્માર્ટફોનમાં અપર્ચર f/2 અથવા f/2.2 હોય છે. ઘણી કંપનીઓ ટ્રિપલ કેમેરાવાળા સ્માર્ટફોનમાં એક કેમેરાનું અપર્ચર f/1.8 અથવા f/1.7 આપી રહી છે. આનો અર્થ એ છે કે f/1.8 અથવા f/1.7 અપર્ચર સાથેનો લેન્સ f/2 કરતાં વધુ લાઈટ આપશે અને ફોટો વધુ સારો આવશે. ફોન ખરીદતી વખતે ચેક કરો કે ફોનના કેમેરાનું અપર્ચર શું છે.

શટર સ્પીડ: ચોક્કસ સમયગાળા માટે લેન્સ દ્વારા ઇમેજ સેન્સર પર પ્રકાશ પડે છે. તેને શટર કહેવામાં આવે છે. ફોટોગ્રાફી દરમિયાન ચોક્કસ ઝડપે શટર ખુલે છે અને બંધ થાય છે. તેને શટર સ્પીડ કહેવામાં આવે છે. જાણો, સારા ફોટા માટે શટર સ્પીડ કેટલી હોવી જોઈએ

સ્થિર ઑબ્જેક્ટ માટે શટર સ્પીડ 1/125, 1/2000 એ મૂવ કરતા ઓબ્જેક્ટ માટે જેમ કે, દોડતા ખેલાડી, ફાસ્ટ મૂવિંગ ટ્રેન, વરસાદ વગેરે જેવા ઝડપી ગતિશીલ ઑબ્જેક્ટના ફોટા માટે શ્રેષ્ઠ છે. આ કિસ્સામાં, ભલે કોઈ વસ્તુ આગળ વધી રહી હોય અથવા તમે, ફોટો હંમેશા સ્થિર અને સારી આવશે.

અહીં 1/125 અને 1/2000 માં 125 અને 2000 શટરનો નંબર કહેવામાં આવે છે. આ નંબર જેટલો ઓછો, શટરની સ્પીડ એટલી જ ઓછી થશે. શટરની સ્પીડ જેટલી ઓછી હશે પ્રકાશ તેટલો જ વધારે સેન્સર સુધી પહોંચે છે.

ISO: કેમેરામાં, ISO નો મતલબ થાય છે કે લાઈટ પ્રતિ કેમેરાની ઈમેજ સેન્સર કેટલું સંવેદનશીલ છે. ISO નો ઉપયોગ આ રીતે કરો.
દિવસના પ્રકાશમાં ફોટા લેવા માટે, કેમેરાનો ISO 100 અને રાત્રે ફોટા લેવા માટે, ISO 400-500 નું રીડિંગ પૂરતું હશે. જો કેમેરાની ફ્લેશ કામ ન કરતી હોય, તો ISO વધારવાથી ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા લઈ શકાય છે.

જો તમે ISO ને એડજસ્ટ કરવામાં કન્ફ્યૂઝ છો તો યોગ્ય રહેશે કે તમે તેને ઓટો મોડ પર જ રાખો. જો તમે અંધારામાં અથવા ઓછા પ્રકાશમાં ફોટા લેતી વખતે ISO ને વધારશો, તો ફોટાની ગુણવત્તા થોડી ખરાબ થાય છે. જો કે તે ફોટોશોપ દ્વારા સુધારી શકાય છે.

વાઈટ બેલેન્સ: ફોટો લેતી વખતે રંગોને એડજસ્ટ કરવાને વાઈટ બેલેન્સ કહેવાય છે. તેને WB તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો આ રીતે ઉપયોગ કરો. વાઈટ બેલેન્સ ઓબ્જેક્ટના કલર ટેંપરેચરની રેન્જથી થાય છે કેમેરામાં આ રેન્જ 2000K થી 10000K ની વચ્ચે છે. જોકે, કેટલાક સ્માર્ટફોનમાં આ રેન્જમાં થોડો તફાવત હોઈ શકે છે. જો તમે સૂર્યાસ્તનો ફોટો લેવા માંગો છો પરંતુ કલર તેવો આવતો નથી જેવો રિયલમાં દેખાઈ છે. એવામાં તમે WB ફીચર પર જઈને કલર ટેમ્પરેચરની રેન્જ એડજસ્ટ કરી શકો છો.

(નોંધઃ તમે જે કંપનીમાંથી સ્માર્ટફોન ખરીદો છો તેની ઓફિશિયલ વેબસાઈટ પર તમે કેમેરાના આ ફીચર્સ વિશે જાણી શકો છો અથવા કસ્ટમર કેરમાં ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો.)

શા માટે આવી રહ્યા છે મલ્ટિપલ કેમેરાવાળા ફોન?

સ્માર્ટફોન લોકોમાં ફોટોગ્રાફીનો શોખ વધારી રહ્યો છે. આ સાથે DSLR કેમેરા જેવા ફીચર્સ પણ તેમાં આવવા લાગ્યા છે. એટલે કે, તમારે મોટા કેમેરા અને મોટા લેન્સ સાથે ફરવાની જરૂર નથી. સ્માર્ટફોન કેમેરામાં ડીએસએલઆર ક્વાલિટી આપવા માટે કંપનીઓ વિવિધ પ્રકારના લેન્સ અજમાવી રહી છે. ઉપરાંત, ફોટોશોપ દ્વારા મલ્ટિપલ લેન્સ દ્વારા લેવામાં આવેલ ફોટોને વધુ સારો બનાવવા માટે ઓછી મહેનત લાગે છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Published On - 5:48 pm, Sun, 22 May 22

Next Video