Phishing Email Fraud: જો તમને આવો કોઈ ઈમેલ આવે તો રહો સાવચેત, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ, જાણો કેવી રીતે બચવું, જુઓ Video

|

Aug 30, 2023 | 3:05 PM

સ્કેમર્સ કોઈપણ નાણાકીય સંસ્થા અથવા કોઈપણ મોટી કંપનીના નામે નકલી સોશિયલ મીડિયા પેજ બનાવીને લોકોને ફસાવે છે. સ્કેમર્સ વપરાશકર્તાઓને બેંક, વીમા યોજના અથવા કોઈપણ મોટી કંપનીના નામે નોકરીની ઓફર કરે છે. સંબંધિત ઇમેલ્સ મોકલે છે અને યુઝર્સના દસ્તાવેજો સંબંધિત માહિતી એકઠી કરીને તેમને ફસાવે છે. છેતરપિંડી કરનારાઓ બેંક વોલેટ KYC સંબંધિત લોકોને ફોન કરે છે અને તેમની પાસેથી બેંક વિગતો મેળવે છે.

Phishing Email Fraud: જો તમને આવો કોઈ ઈમેલ આવે તો રહો સાવચેત, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ, જાણો કેવી રીતે બચવું, જુઓ Video
Phishing Email Fraud

Follow us on

જેમ જેમ દુનિયા ડિજિટલ બની રહી છે તેમ તેમ છેતરપિંડીનો (Cyber Crime) ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકો જુદી-જુદી પદ્ધતિ અપનાવાની લોકો પાસેથી તેમની બેંક સંબંધિત માહિતી મેળવે છે અને ત્યારબાદ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, ફિશિંગ ઈમેલ ફ્રોડ (Phishing Email Fraud) શું છે અને આ પ્રકારના ઈમેલ ફ્રોડથી બચવા માટે શું સાવધાની રાખવી જોઈએ.

ફિશિંગ ઈમેલ શું છે?

ફિશિંગ એ એક એવો ઈમેલ છે જે છેતરપિંડી કરનારા લોકોને બેંક અથવા કોઈ મોટી કંપનીના નામે મોકલે છે, જે એકદમ ઓરિજનલ જેવો જ લાગે છે. ઘણી વખત લોકોને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે કે તેમનું બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ બંધ થયું છે. તેને રોકવા માટે તમારે તમારા બેંક એકાઉન્ટનું KYC કરવું પડશે. જેમાં ડોક્યુમેન્ટને લગતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી લેવામાં આવે છે અને અંતે તમને તમારા નંબર પર આવતા OTP માટે પૂછવામાં આવે છે.

ઇમેલ દ્વારા લોકોની માહિતી મેળવે છે

યુઝર્સ OTP કહીને છેતરપિંડીનો શિકાર બને છે, પરંતુ હવે મોટાભાગના લોકોને આ પદ્ધતિ વિશે ખબર પડી ગઈ છે. તેથી, હવે ફોન કરવાને બદલે હેકર્સ બેંક, નાણાકીય સંસ્થા અથવા કોઈપણ મોટી કંપનીના નામે નકલી વેબસાઇટ અથવા ઇમેલ દ્વારા લોકોની માહિતી મેળવીને એકાઉન્ટ ખાલી કરે છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

ફિશિંગ છેતરપિંડી કરવાની પદ્ધતિ

સ્કેમર્સ કોઈપણ નાણાકીય સંસ્થા અથવા કોઈપણ મોટી કંપનીના નામે નકલી સોશિયલ મીડિયા પેજ બનાવીને લોકોને ફસાવે છે. સ્કેમર્સ વપરાશકર્તાઓને બેંક, વીમા યોજના અથવા કોઈપણ મોટી કંપનીના નામે નોકરીની ઓફર કરે છે. સંબંધિત ઇમેલ્સ મોકલે છે અને યુઝર્સના દસ્તાવેજો સંબંધિત માહિતી એકઠી કરીને તેમને ફસાવે છે.

છેતરપિંડી કરનારાઓ બેંક વોલેટ સાથે સંબંધિત KYC સંબંધિત લોકોને ફોન કરે છે અને તેમની પાસેથી બેંક વિગતો મેળવે છે. જો યુઝર કોઈ અજાણી જાહેરાત પર ક્લિક કરે છે, તો તેની સામે નકલી વેબસાઈટ ખુલે છે. જેમાં લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે વિવિધ પ્રકારના આકર્ષક મેસેજ હોય છે.

 

 

આ પણ વાંચો : Online Shopping Fraud: જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો રહો સાવધાન, ફેક વેબસાઈટ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, જુઓ Video

ફિશીંગ ઈમેલને કેવી રીતે ઓળખવા

1. ફિશિંગ ઈમેલ ઓળખવા માટે ઘણી પદ્ધતિઓ છે. જો યુઝર્સ તેમને થોડી ગંભીરતાથી સમજે તો તેઓ તેમને ખૂબ જ સરળતાથી ઓળખી શકશે.

2. ફિશીંગ ઈમેલ યોગ્ય રીતે લખાતા નથી. તમે તેમા વ્યાકરણની ભૂલો, ખોટી જોડણી અને અન્ય ભૂલો સરળતાથી ઓળખી શકો છો.

3. સ્કેમર્સ ઘણીવાર એવી કંપનીઓનો ઢોંગ કરે છે જે સ્પષ્ટ નથી. જો તમને આવા ઈમેલમાં તમારી માહિતી માટે પૂછવામાં આવે છે, તો તે ફિશિંગ ઈમેલ હોઈ શકે છે.

4. આવા ઈમેલ હંમેશા એક લિંક સાથે જોડાયેલા હોય છે, જેથી તમે તેના પર ક્લિક કરો. યાદ રાખો, આવી અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.

5. જો તમે ધ્યાનથી ચેક કરશો તો કંપનીના URL માં પણ ભૂલ જોવા મળતી હોય છે. તેથી લિંક પર ક્લિક કરવી નહીં.

6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:52 pm, Wed, 30 August 23

Next Article