Online Shopping Fraud: જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો રહો સાવધાન, ફેક વેબસાઈટ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, જુઓ Video

|

Aug 29, 2023 | 12:56 PM

ઓનલાઈન શોપિંગની છેતરપિંડીથી બચવાનો સરળ રસ્તો એ છે કે જો તમને કોઈ ઓફરનો મેસેજ આવે જેમાં કોઈ પણ વસ્તુ સસ્તી આપવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય, તો તેના પર ક્લિક કરશો નહીં. કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેને એકવાર બરાબર વાંચો.

Online Shopping Fraud: જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો રહો સાવધાન, ફેક વેબસાઈટ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, જુઓ Video
Online Shopping Fraud

Follow us on

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે ઓનલાઈન શોપિંગ (Online Shopping Fraud) કરનારા લોકો સાથે કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. લોકોએ છેતરપિંડીથી બચવા માટે જાગૃત રહેવું જરૂરી છે.

મોટા ડિસ્કાઉન્ટની લાલચ આપે છે

આજનો યુગ ઓનલાઈન શોપિંગનો યુગ છે, તેથી જ ઓનલાઈન શોપિંગ ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકો ઘરની નાનામાં નાનીથી લઈને મોટી જરૂરિયાતની વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરે છે. આટલા મોટા પ્રમાણમાં ઓનલાઈન શોપિંગ થઈ રહ્યું છે ત્યારે સ્કેમર્સ કેમ પાછળ રહી શકે. ઠગ લોકોની નજર હંમેશા લોકોના રૂપિયા પર હોય છે. તેઓ સસ્તા ભાવે પ્રોડક્ટ ઓફર કરીને કે પછી મોટા ડિસ્કાઉન્ટની લાલચ આપે છે.

નકલી એટલે કે ફેક વેબસાઇટ બનાવે છે

સ્કેમર્સ તમને લૂંટવા માટે ફિશિંગનો ઉપયોગ કરે છે. તેમાં છેતરપિંડી કરનાર અસલ વેબસાઇટની નકલ કરીને તેના જેવી જ નકલી એટલે કે ફેક વેબસાઇટ બનાવે છે. આવી વેબસાઈટની લિંક લોકોને મેસેજમાં મોકલે છે, જેને વાંચીને લોકો તે લિંક પર ક્લિક કરવા માટે લલચાય છે. મેસેજમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ, ડીલ અથવા ફ્રી ઓફર આપવામાં આવે છે. તેથી લોકો આવી સ્પામ લિંક પર ક્લિક કરે છે અને ઠગ લોકોને બેંકની વિગતો આપે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઘણી વખત ઠગ એવી લિંક્સ મોકલે છે, જેમાં 1 રૂપિયામાં iPhone બુક કરાવો, 10 રૂપિયામાં Samsung ફોન ખરીદવાની ઓફર કરે છે. આ બધી જ લિંક્સ નકલી છે જે ઠગ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. સ્કેમર્સ ઘણી વખત નકલી વેબસાઈટ પણ બનાવે છે, જે બિલકુલ ઓનલાઈન શોપિંગ સાઈટ જેવી જ હોય છે.

 

 

આ પણ વાંચો : WhatsApp Fraud: વોટ્સએપ પર જુદી-જુદી રીતે થાય છે છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

ઓનલાઈન શોપિંગ છેતરપિંડીથી કેવી રીતે બચવું?

ઓનલાઈન શોપિંગની છેતરપિંડીથી બચવાનો સરળ રસ્તો એ છે કે જો તમને કોઈ ઓફરનો મેસેજ આવે જેમાં કોઈ પણ વસ્તુ સસ્તી આપવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય, તો તેના પર ક્લિક કરશો નહીં. આ સિવાય વોટ્સએપ પર મળેલા મેસેજની ચકાસણી કરવી જોઈએ. કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેને એકવાર બરાબર વાંચો. જો તમે ભૂલથી આવી લિંક પર ક્લિક કરો છો તો તમારી કોઈપણ અંગત કે બેંકને લગતી વિગતો ક્યારેય આપવી નહીં.

તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article