Online Order Fraud: ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી બાદ આ ભૂલ કરવી નહીં, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, દિલ્હી પોલીસે જાહેર કર્યો Video

સ્કેમર્સ લોકો દ્વારા કચરાના ડબ્બામાં ફેંકવામાં આવેલા બોક્ષ પર આપવામાં આવેલી અંગત માહિતી લઈને સાયબર છેતરપિંડી કરી શકે છે. સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે.

Online Order Fraud: ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી બાદ આ ભૂલ કરવી નહીં, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, દિલ્હી પોલીસે જાહેર કર્યો Video
Online Order Fraud
| Edited By: | Updated on: Oct 09, 2023 | 2:13 PM

આજે દુનિયા ડિજિટલ થઈ છે અને લગભગ બધા જ કામ ઓનલાઈન થઈ રહ્યા છે. લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે. ટેકનોલોજીના યુગમાં સાયબર (Cyber Crime) ગુનેગારો પણ તેનો દુરઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ નવી નવી રીતો દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે. લોકો ઓનલાઈન સામાન મંગાવ્યા બાદ તેના ખાલી બોક્ષ અને બિલને કચરામાં ફેંકતા હોય છે. ઠગ્સ આ માહિતીનો ઉપયોગ કરીને ફ્રોડ કરી રહ્યા છે.

દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો

સ્કેમર્સ લોકો દ્વારા કચરાના ડબ્બામાં ફેંકવામાં આવેલા બોક્ષ પર આપવામાં આવેલી અંગત માહિતી લઈને સાયબર છેતરપિંડી કરી શકે છે. સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયોએ ઘણા લોકોની આંખો ખોલી છે.

અહીં જુઓ Video

 

 

કસ્ટમર કેર ઓફિસર તરીકે લોકોને કરે છે ફોન

દિલ્હી પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ડિલિવરી બોય એક વ્યક્તિને પાર્સલ આપે છે અને કસ્ટમર તેમાંથી વસ્તુ લઈને ખાલી બોક્સને ડસ્ટબિનમાં ફેંકે છે. સ્કેમર તે બોક્સ લઈ જાય છે અને ગ્રાહકની માહિતી ચોરે છે. ત્યારબાદ છેતરપિંડી કરનાર કસ્ટમર કેર ઓફિસર તરીકે લોકોને ફોન કરીને તેને વિશ્વાસમાં લઈ OTP ની માંગણી કરે છે અને ખાતામાંથી રૂપિયાની ચોરે કરે છે.

અજાણ્યા વ્યક્તિને અંગત વિગતો આપવી નહીં

દિલ્હી પોલીસે વીડિયો દ્વારા લોકોને અપીલ કરી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિને તમારી અંગત વિગતો, OTP કે પીન નંબર આપવો નહીં. ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનની ડિલિવરી બાદ બોક્સમાંથી માહિતીને દૂર કરવી જોઈએ.

આ પણ વાંચો : Online Sale Fraud: તહેવાર દરમિયાન સેલમાં ઓનલાઈન શોપિંગ કરતી વખતે રહો સાવચેત, ફેક વેબસાઈટ અને એપ દ્વારા થઈ શકે છેતરપિંડી

આ બાબતોનું રાખો ધ્યાન

દિલ્હી પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તમે ઓનલાઈન ઓર્ડર આપ્યા બાદ છેતરપિંડી થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય તો તમે 1930 નંબર પર કોલ કરી શકો છો અથવા http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો